તબીબોને વલ્ગર અક્ષરોમાં પ્રિસ્ક્રિપ્શનો ન લખવાનો આદેશ આપવામાં આવ્યો છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઓડિશા હાઇકોર્ટે ડૉક્ટરોને ગરબડિયા અક્ષરોમાં દર્દીને પ્રિસ્ક્રિશન નહીં લખી આપવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે હવેથી ગરબડિયા અક્ષરે પ્રિસ્ક્રીપ્શન લખો તે નહીં ચાલે, કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રીપ્શન લખવું પડશે.

જસ્ટિસ એસ કે પાણિગ્રહીએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પેશન્ટો, પોલીસ, ફાર્માસિસ્ટ્સ, ફરિયાદી પક્ષ અને ન્યાયતંત્ર માટે પણ ગડબડિયા અક્ષરોમાં લખેલું પ્રિસ્ક્રીપ્શન સમસ્યા પેદા કરે છે. ડૉક્ટરોએ પ્રિસ્ક્રીપ્શન, ઓપીડી સ્લીપ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુવાચ્ય અક્ષરોમાં લખવાં જોઇએ. એક અરજદારે પોતાની પત્નીની બીમારીની સારવાર કરવા માટે જામીનની અરજી કરી હતી. આ અરજી સાથે ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં બીમાર પત્નીની સારવાર માટે પ્રિસ્ક્રીપ્શન લખેલું હતું. જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે આ પ્રિસ્ક્રીપ્શનમાં શું લખેલું છે એ કંઇ સમજાતું નથી.

આ પ્રકારના પ્રિસ્ક્રીપ્શન હવેથી ચાલશે નહીં. ડૉક્ટરોએે કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રીપ્શન લખવાની ટેવ પાડવી પડશે. આ ચુકાદાનો ભંગ કરનાર ડૉક્ટર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે આજના ડિજિટલ યુગમાં સ્પષ્ટ સુવાચ્ય પ્રિસ્ક્રીપ્શન લખવા માટે ઘણા વિકલ્પો હાથવગા છે. કોઇ પ્રકારના બહાના ચલાવી લેવામાં નહીં આવે  હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની ૨૦૧૬માં સુધારાયેલી આચારસંહિતાનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં તમામ ડૉક્ટરોને સુવાચ્ય અને મોટા અક્ષરે પ્રિસ્ક્રીપ્શન લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે આજના ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં વાંચી ન શકાય એવા અક્ષરે લખવામાં આવે એ એક પ્રકારનો ગુનો બને છે. ડૉક્ટરે શું લખ્યું છે એ જાણવાનો અને વાંચવાનો પેશન્ટના પરિવારને કાનૂની અધિકાર છે એ હકીકત યાદ રહેવી ઘટે છે.