ભૂલથી પણ મકાઈ ખાધા પછી પાણી ન પીતા

Health
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ચોમાસામાં મોટા ભાગના લોકોને મકાઈ ખાવી પસંદ હોય છે. વરસાદની ઋતુમાં લીંબૂ અને મસાલા સાથે મકાઈની મજા જ કંઈક અલગ હોય છે. માત્ર સ્વાદ જ નહી મકાઈ તમારા આરોગ્ય માટે પણ ખૂબ ફાયદાકારી હોય છે. પણ શું તમે જાણો છો કે કાઈ ખાધા બાદ પાણી પીવું ભારે પડી શકે છે. આવો જાણીએ શા માટે મકાઈ ખાધા પછી પાણી નહી પીવું જોઈએ.

ઘણી વાર તમે જોયું હશે કે મકાઈ ખાધા પછી લોકો પેટ ફૂલવા અને દુખાવાની ફરીયાદ કરે છે. આવું એટલે હોઈ શકે છે કે કારણકે હમંેશા લોકો મકાઈ ખાધા પછી પાણી પી લે છે, જેની સીધી અસર તમારી પાચનક્રિયા પર પડે છે. તેનાથી પાચન ક્રિયા ધીમી થઈ જાય છે.  મકાઈ ખાધા પછી પાણી પીવાથી મકાઈમાં રહેલ કાર્બોસ અને સ્ટાર્ચ પાણીથી મળી જાય છે. જેનાથી પેટમાં ગેસ રોકાઈ જાય છે. જેના કારણે ઘણી વાર લોકોને એસિડિટી, પેટ ફૂલવો અને ગંભીર પેટમાં દુખાવાની સમસ્યા થતી  હોય છે. જો તમને પણ આ મુશ્કેલીઓ થઈ રહી છે, તો એક વાર તમે પણ એ ચકાસી લો કે તમે પણ મકાઈ ખાધા પછી પાણી નથી પી રહ્યા ને?

બીજીવાર એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે મકાઈ ખાધાના ૪૫ મિનિટ બાદ જ પાણી પીવું. તે સિવાય ચોમાસામાં તમારી પાચન શકિત નબળી હોય છે. જેના કારણે તમારૂ શરીર ઝડપથી મોસમી રોગો અને ઈન્ફેકશનનો શિકાર બની જાય છે.