સુરતમાં ડાયમંડ બજારે તેના શરૂઆતના કલાકો બદલાયા છે: હવેથી બપોર 12 થી સાંજના 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે

Gujarat
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આ બાજુ હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે.

હીરા ઉદ્યોગ અને સુરત મનપા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ હીરાબજાર હવેથી બપોરે 12 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. અગાઉ હીરા બજાર ખુલ્લુ રાખવાનો સમય બપોરે 2 થી લઈને 4 વાગ્યા સુધીનો હતો. આ ઉપરાંત હીરાની ઘંટી પર બે રત્નકલાકાર બેસી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ગઈકાલે કોરોના વાયરસના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ 1159 કેસ નોંધાયા છે. જેમાં સુરતમાં સૌથી વધુ છેલ્લા 24 કલાકમાં 271 નવા કેસ નોંધાાય છે. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 12785 પર પહોંચી ગયો છે. જ્યારે 406 લોકોએ અત્યાર સુધીમાં કોરોનાના કારણે જીવ ગુમાવ્યાં છે.