રાહુલને ફરી અધ્યક્ષ બનાવવા કોંગ્રેસની મીટીંગમાં માંગ

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગઇકાલે પક્ષના રાજયસભાના સભ્યો સાથે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા મીટીંગ કરી. તેમાં ઘણા સભ્યોને રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગણી કરી હતી.  સુત્રો અનુસાર ત્રણ કલાક ચાલેલી આ મીટીંગમાં રિપુન બોરા, પીએલ પુનિયા, છાયા વર્મા તથા કેટલાક અન્ય સભ્યોએ રાહુલને ફરીથી પક્ષની નેતાગીરી સોંપવાની માંગણ કરી છે.

આ મીટીંગથી માહિતગાર એક સુત્રએ કહયું કે ઘણા સભ્યોએ કહયું કે વર્તમાન સમયમાં પક્ષના કાર્યકરોની એવી ઇચ્છા છે કે રાહુલ ગાંધીને ફરીથી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવમાં આવે. તેમણે એમ પણ કહયું  કે રાહુલ ગાંધી જ વિપક્ષોનો એક માત્ર અવાજ છે જે વડાપ્રધાનને પડકાર આપી શકે તેમ છે.

મીટીંગની શરૂઆત કરતા સોનિયા ગાંધીએ કહયું કે રાજયપાલો ભાજપના ઇશારે કામ કરી રહયા છે. જેનાથી લોકશાહીની ગરીમા છિન્ન ભિન્ન થઇ રહી છે.તેમણે કહયું કે કોરોના બાબતે સરકાર સંપુર્ણ પણે નિષ્ફળ રહી છે. આ પહેલા ૧૧ જુલાઇએ કોંગ્રેસના લોકસભા સભ્યો સાથે સોનિયાએ ઓનલાઇન મીટીંગ કરી હતી. તેમાં પણ રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ બનાવવાની માંગણી થઇ હતી.