ડાન્સર અને અભિનેત્રી નૌરા ફતેહીએ કરીના કપૂરના પુત્ર તૈમૂર સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી: કરીના કપૂર ચોંકી ગઈ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કરીના કપૂરનો ચેટ શો ‘વોટ વુમન વોન્ટ’  બહુ જ લોકપ્રિય સીરિઝ છે. આ શોમાં અનેક ફિમલે બોલિવુડ સેલેબ્સ આવતી હોય છે. જ્યાં કરીના કપૂર તેઓને સવાલ કરે છે અને તેઓ પોતાના લાઈફ સાથે જોડાયેલ અનેક અજાણ્યા કિસ્સા શેર કરે છે. આ શો પર હાલ ડાન્સર અને એક્ટ્રેસ નૌરા ફતેહી આવી હતી, જેના એક વાક્યથી કરીના શોક્ડ થઈ ગઈ હતી.

તૈમૂર સાથે લગ્ન કરવા માગે છે નૌરા

નૌરા ફતેહીએ કરીનાના શોમાં કહ્યું કે, તે તૈમૂર અલી ખાન સાથે લગ્ન કરવા માંગે છે. આ સાથે જ તેણે કહ્યું કે, તે તેના મોટા થવાની રાહ પણ જોશે. આ વાત પર કરીના હસવા લાગી અને એક પળમાં તો તે સમજી ન શકી તે આના પર શુ જવાબ આપે.

આવુ કહેવા પાછળ નૌરાએ કરીનાને કારણ પણ આપ્યું હતું. તો કરીનાએ નૌરાને કહ્યું કે, તેને અને સૈફને નૌરાના ડાન્સ મુવ્સ બહુ જ પસંદ છે. બાદમાં કરીનાએ કહ્યું કે, હું ઈચ્છુ છું કે જલ્દી જ તૈમૂર પણ મોટો થઈ જાય અને ત્યારે હું તેની સગાઈ કે લગ્ન વિશે વિચારી શકુ છું. બાદમાં બને આ વાત પર હસવા લાગી હતી.

કરીના શોક્ડ રહી ગઈ

કરીનાએ આ પર જવાબમાં કહ્યું કે, તૈમૂર હજી માત્ર 4 વર્ષનો છે. હજી ઘણો સમય છે. તો નૌરાએ આ મુદ્દે ફટાફટ જવાબ આપ્યો કે, કંઈ વાંધો નહિ તે રાહ જોવા માટે તૈયાર છે. હવે સોશિયલ મીડિયા પર બંનેની વાતચીતની આ ક્લિપ વાયરલ થઈ રહી છે. લોકો આ મુદ્દે પોતાના રિએક્શન આપી રહ્યા છે. જોકે, હવે તે વાયરલ વીડિયો બની ગયો છે.

પોપ્યુલર છે તૈમૂર

સ્ટાર કિડ્સમાં તૈમૂર સૌથી વધુ પોપ્યુલર છે. લોકો તો તૈમૂરને પસંદ કરે છે, પણ હવે એક્ટ્રેસિસ પણ તેની દિવાની બની રહી છે. હંમેશા તૈમૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. પરંતુ હવે ખાન પરિવારમાં જલ્દી જ બીજું મહેમાન આવશે. કરીના કપૂર ખાન બીજીવાર પ્રેગનેન્ટ છે. ખાન પરિવાર બીજા મહેમાનની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.