કોરોનાનો કાળ બનશે કરચલો : બ્લુ લોહીમાંથી વેકસીન

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કરચલા કોરોનાનો કાળ પુરવાર થાય તેવી ઘડીઓ ગણાઇ રહી છે. ખાસ પ્રકારના ૧૦ આંખોવાળા કરચલામાંથી અનેક રોગોની રસી તૈયાર થાય છે. ત્યારે હવે તેમાંથી કોરોનાની રસી બનાવવા દુનિયાભરના વૈજ્ઞાનિકો લાગી પડયા છે.

ખાસ પ્રકારના ગણાતા આ કરચલાનું લોહી મહત્વનું બની રહેશે. જે લીલા કલરનું અને કિંમતમાં ૧૧ લાખ રૂપિયે લીટર મળે છે. આ દુર્લભ જાતિના કરચલાનું નામ હોર્સ શુ ક્રેબ છે. જેના લોહીનો ઉપયોગ મેડીકલ સાયન્સમાં વર્ષોથી થતો આવ્યો છે.

કરચલાના લોહીનો ઉપયોગ મોટેભાગે હોસ્પિટલોમાં વપરાતા મેડીકલ સાધનો બેકટેરીયા ફ્રી છે કે કેમ તેની તપાસ કરવા માટે થતો આવ્યો છે. કરોડો વર્ષ જુની કરચલાની આ પ્રજાતિનો ઉપયોગ હવે કોરોનાના ઇલાજ માટે થવા જઇ રહ્યો છે.

સંશોધક તબીબો તેના હ્ય્દય સુધી ઇન્જેકશન મારી લોહી મેળવશે. ઘોડાની નાલ આકારના આ કરચલાઓની અન્ય ખુબીઓ પણ ઘણી છે. તેમના લોહીમાં લીમુલસ અમીબોસાઇટ લાઇસેટ નામનું તત્વ હોય છે. જે શરીરમાં એન્ડોટોકશીન નામનુ ખરાબ રસાયણ શોધી કાઢે છે. એન્ડોટોકશીન એ જ રસાયણ તત્વ છે જે દરેક સંક્રમણ દરમિયાન માણસના શરીરમાથી નિકળે છે.

કરચલાના લોહીમાંથી તૈયાર થનાર આ બ્લડ સેલ દવામાં હાજર હાનીકારક તત્વોથી રાસાયણીક પ્રક્રિયા કરે છે. જેનાથી વૈજ્ઞાનિકોને ખ્યાલ આવશે કે આ દવા માણસ માટે કેટલી સુરક્ષીત છે. સમુદ્રના રેતાળ પ્રદેશમાં મળી આવતા આ કરચલાના લોહીમાં આયરનવાળુ હીમોગ્લોબીન હોય છે. જે ઓકસીજનને પ્રસરાવવાનું કામ કરે છે.

કરચલામાં આયરનની જગ્યાએ કોપર સાથે હીમોકાઇનેનીન નામનું રસાયણ હોય છે. જેના કારણે કરચલાનું લોહી લીલાશ પડતુ જોવા મળે છે. કરચલાના લોહીમાં જોવા મળતા એલએએલ નામના તત્વો ઝેરીલા પદાર્થોને ખુબ ઝડપથી ઓળખી લ્યે છે. તેના કારણે જ તેની કિંમત વધી રહી છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આ ઝેરી તત્વોને ઓળખ્યા પછી કરચલાના શરીરમાંથી એક કેમીકલ નીકળે છે. જે તે જગ્યા પરના લોહીને જમાવવાનું શરૂ કરી દયે છે. જામી ગયેલા લોહીની અંદર બેકટેરીયાના જર્મસ કેદ થઇને મરી જાય છે.

હોર્સશૂ કરચલા દુનિયામાં બધા  જીવોમાંના એક છે. પૃથ્વી પર ઓછોમાં ઓછા ૪૫ કરોડ વર્ષોથી વસી રહ્યા છે.  તેના લોહીમાંથી સ્ટરાઇલ લીકવીડ પણ બને છે. આમ આ સમુદ્રી જીવનું લોહી સોના કરતા પણ કિંમતી ગણાવા લાગ્યુ છે.   કરચલાનું લોહી ૧૧ લાખ રૂપિયે લીટરના ભાવે ફાર્મા કંપનીઓ ખરીદતી હોય છે. દર વર્ષે હજારોની સંખ્યામાં હોર્સશૂ કરચલા પકડીને અમેરીકાની એ લેબોરેટરીઓમાં મોકલવામાં આવે છે. જયાં દવાઓ તૈયાર થાય છે.

વળી આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે કરચલાનું જરૂરી લોહી મેળવી લીધા પછી તેમને જીવતા જ સમુદ્રમાં ફરી છોડી દેવામાં આવે છે.

માણસનો જીવ બચાવવામાં ઉપયોગી થતા આ કરચલા ફાર્મા કંપનિઓ દર વર્ષે ૬ લાખ કરચલા લેબમાં તૈયાર કરે છે અને પછી તેમાથી લોહી મેળવી સમુદ્રમાં મુકત કરી દયે છે. તેના શરીરમાંથી ૩૦% લોહી મેળવીને છોડી દેવાય છે. જો કે લોહી મેળવવાની આ પ્રક્રિયા દરમિયાન કેટલાક કરચલના મરી પણ જાય છે. આનો મૃત્યુદર ૩૦% માની શકાય.

અમેરીકામાં દવાની સુરક્ષા માટે નિર્ણય લેનાર સંગઠનનું કહેવુ છે કે હજુ સુધી તો હોર્સશ કરચલાના લોહીમાંથી કારગત વિકલ્પ નથી મળ્યો. આજ કારણથી અમેરીકામાં કોરોનાની દવા અને વેકસીન બનાવવાવાળી કંપનીઓને ટેસ્ટીંગ માટે હોર્સશ કરચલાના લોહીનો ઉપયોગ કરવાની પરવાનગી મળી ગઇ છે.

અહીં ઉલ્લેખનીય છે કે બે મહીના પૂર્વે સૌરાષ્ટ્રના ખુબ જાણીતા સંદીપ નમકીનવાળા બકુલભાઇ રૂપાણી (મો.૮૭૫૮૧ ૨૦૭૫૫) દ્વારા પણ પાતાળ – સમુદ્રમાંથી કરચલામાંથી વેકસીન બનવા બનશે તેવી આગાહી કરતી ફેસબુક ઉપર મુકવામાં આવી હતી. જેને આ અહેવાલોથી સમર્થન મળી રહ્યુ છે. શ્રી બકુલ રૂપાણીને અવાર-નવાર આવી સ્ફૂરણા – ઇન્ચ્યુશન થતા રહે છે તે જાણીતું છે.