શ્રી સોમનાથદાદાને શીશ ઝુકાવતા સી.આર.પાટીલઃ સૌરાષ્ટ્ર પ્રવાસનો પ્રારંભ

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે આજે સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્રના પ્રવાસનો  પ્રારંભ કર્યો છે.

શ્રી સોમનાથ મહાદેવના દર્શન બાદ સાગરદર્શન ખાતે પાર્ટી બેઠકમાં ભાગ લેશે. બપોરે ર વાગે જુનાગઢ જવા રવાના થશે. જુનાગઢ મહાનગર પાલિકામાં બેઠક કરશે. જયારે ર૦ ઓગસ્ટના રોજ સવારે જુનાગઢ જિલ્લામાં બેઠક કરશે. તેના બાદ જેતપુર પ્રવાસ કરશે. અહી તેઓ ખોડલધામ ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે. સાંજે હોલમાં તેઓનો સ્વાગત કાર્યક્રમ આયોજિત કરાયોછે. જયાંથી ગોંડલ થઇ રાજકોટ જશે.

તા.ર૧ ઓગસ્ટના રોજ સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે, રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા.રર ઓગસ્ટને શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરખા જશે જયા ઝાંઝરખા મંદિર દર્શન બાદ દલિત સમાજના આગેવાનો સાથે બેઠક થશે, ત્યાંથી ધંધુકા, બગોદરા, બાવળા, થઇને સુરત જવા રવાના થશે.

જુનાગઢ

આજે જુનાગઢ જીલ્લા ખાતે આગમન થશે જેમાં બપોરે ૧-૩૦ કલાકે માળીયા તાલુકાના ગળોદર ચોકડી ખાતે સ્વાગત થશે જેમાં માળીયા, ચોરવાડ શહેર, માંગરોળ શહેર, વિસાવદર શહેર/તાલુકા તથા જુનાગઢ તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો જોડાશે ત્યારબાદ બપોરે ર કલાકે કેશોદ તાલુકાના ચાંદીગઢ પાટીયા ખાતે કેશોદ શહેર/તાલુકા તથા માંગરોળ તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો જોડાયશે ત્યાર બાદ બપોરે ર-૩૦કલાકે વંથલી તાલુકાના ગાદોઇ ટોલનાકા ખાતે વંથલી શહેર/તાલુકો, માણાવદર શહેર/તાલુકો તેમજ બાંટવા શહેરના કાર્યકર્તા તેમજ આગેવાનો જોડાશે ત્યારબાદ બપોરે ૩ કલાકે મેંદરડા ચાર ચોક ખાતે મેંદરડા તેમજ ભેસાણ તાલુકાના કાર્યકર્તા તેમજ આગેવાનો જોડાશે આમ જુનાગઢ જીલ્લાના તમમા મંડલના કાર્યકર્તા તેમજ આગેવાનો અધ્યક્ષશ્રી સાથે કાર રેલીમાં જોડાશે ત્યારબાદ વંથલી તાુકાના ગાંઠીલા મુકામે ઉમીયા માતાજીનાદર્શન કરી જુનાગઢ ખાતે તેઓનું આગમન થશે. તેમ જયેન્દ્ર સાવલીયાની યાદીમાં જણાવ્યુંછે. આજે સાંજે પ વાગ્યે ગાંધીગ્રામ પોસ્ટ ઓફીસ ચોક નજીક જુનાગઢ મહાનગર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી હોલમાં જુનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા સી.આર.પાટીલનું સન્માન કરવામાં આવશે પ્રદેશ અધ્યક્ષશ્રી જુનાગઢના વિવિધ ક્ષેત્રના આગેવાનોસાથે મુલાકાત કરશે અને અંતમાં જુનાગઢ મહાનગર ભાજપના સંગઠનના આગેવાનો સાથે બેઠક યોજશે તેમ સંજય મણવરે જણાવ્યું છે.