દેશ-સંસદ-સંસદીય સભ્યો સેનાના જવાનો સાથે ઉભા છે : મોદી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના કાળ દરમિયાન સંસદનું આજથી મોનસૂન સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. કોરોના મહામારીના કારણે આ વખતે સત્રમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યાં છે. આ સત્રની શરૂઆત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પત્રકારોને સંબોધન કર્યું. પીએમ મોદીએ હિંદી દિવસની શુભેચ્છા પાઠવી.પીએમ મોદીએ કહ્યું સેનાના જવાનો પાછળ દેશ-સંસદ-સંસદીય સભ્યો ઉભા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે મોનસૂન સત્રને લઇને સંસદ ભવન પહોંચ્યા હતા. જો કે સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ નિવેદન આપતા કહ્યું કે આજે સંસદનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના પણ છે અને કર્તવ્ય પણ છે. તમામ સાંસદોએ કર્તવ્યનો માર્ગ પસંદ કર્યો છે. આ પહેલ માટે તમામ સાંસદોને ધન્યાવાદને પાત્ર ગણું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે એવા કઠિન સમયમાં સંસદ સત્ર શરૂ થઇ રહ્યું છે. એક તરફ કોરોના તો બીજી તરફ કર્તવ્ય. સાંસદોએ કર્તવ્યનો રસ્તો પસંદ કર્યો હું તેમને ધન્યવાદ કહું છુ. આ વખતે લોકસભા અને રાજયસભા અલગ-અલગ સમય પર ચાલશે. આ વખતે શનિવાર અને રવિવારે પણ સદન ચાલશે. બધા સાંસદોએ તેના પર મહોર લગાવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સંસદની શરૂઆત પહેલા નિવેદન આપ્યું કે કોરોનાની ગાઇડલાઇનનું પાલન તમામે કરવાનું છે. જયાં સુધી દવા નહીં ત્યાં સુધી કોઇ ઢીલાઇ નહીં. આ સત્રની વિશેષ જવાબદારી છે.

પીએમ મોદીએ દેશના જવાનોને લઇને નિવેદન આપતાં કહ્યું કે આપણા વીર જવાનો સીમ પર હિંમત સાથે તૈનાત છે. થોડા સમય બાદ હિમવર્ષા પણ શરૂ થશે. સંસદના તમામ સભ્યો એક ભાવ-ભાવનથી સૈનિકોને સંદેશ આપશે. સેનાના જવાનો પાછળ દેશ-સંસદ-સંસદીય સભ્યો ઉભા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસદની પ્રારંભ પહેલા સંબોધનમાં મીડિયા કર્મીઓને લઇને જણાવ્યું હતું કે આ વખતે બધી જગ્યાએ જવાની મંજૂરી નહીં મળે. મીડિયાના લોકો પણ પોતાનું ધ્યાન રાખે તેવી પ્રાર્થના કરી.