કોરોનાની રશિયન રસી સ્પુતનિક 100 ભારતીય સ્વયંસેવકોને આપવામાં આવશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. દુનિયાભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં કારગત સુરક્ષિત રસી કયારે લોકો સુધી પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં કોરોનાની રસીના આગમનના એંધાણ છે. ભારતે રશિયાની સ્પુતનિક વીને પરિક્ષણ માટે પરવાનગી આપી છે.

ભારતે રશિયાની સ્પુતનિક વીને પરિક્ષણ માટે પરવાનગી આપી છે. હવે કોરોનાની રસી સ્પુતનિક વીનું પરિક્ષણ ભારતમાં ૧૦૦ વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. ડીજીસીઆઈએ આ જાણકારી આપી છે.  ડીજીસીઆઈએ પરિક્ષણ કરનારી ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીની લેબને પરવાનગી આપી છે.  હાલમાં પરિક્ષણની તારીખ અને સમય કંપની દ્વારા નક્કી કરવામાં આવશે.

સ્પુતનિકના સંગઠનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રસીના ત્રીજા ચરણમાં પહોંચતા પહેલા રસીના ૨ કલીનીકલ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારે ગત ડીજીસીઆઈની વિશેષજ્ઞ સમિતિના બીજી ચરણના કલીનિકલ ટ્રાયલને લઈને ડો. રેડ્ડીની લેબને પરવાનગી આપવાની અરજી કરવામાં આવી હતી.

સરકારી અધિકારીના જણાવ્યાનુંસાર રેડ્ડી લેબે કહ્યું કે બીજા ચરણના કલીનિકલ ટ્રાયલમાં ૧૦૦ વોલેન્ટિયર્સનો સમાવેશ કરી શકાસે. ત્યારે  ત્રીજા ચરણમાં આ સંખ્યા ૧૪૦૦ થઈ શકે છે.

આ કંપની બીજા ચરણના ડેટા રજુ કરશે, જેનું વિશ્લેષણ વિશેષજ્ઞો દ્વારા કરવામાં આવશે. એ બાદ તે ત્રીજા ચરણ માટે આગળ વધશે. ઉલ્લેખનીય છે કે ડો. રેડ્ડીઝ લેબે સ્પુતનિક વી રસીના પરિક્ષણ માટે રશિયાની RDIF સાથે ભાગીદારી કરી છે.