કોરોના લોકોની આવક ઘટાડે છે અને લોન વધારે છે: નિ: શુલ્ક રેશનવાળા ઓછી આવક ધરાવતા લોકો માટે થોડી રાહત

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દેશમાં કોરોના મહામારીએ ઓછી આવકવાળા વર્ગના લોકોને આવક ઘટવાની સાથે જ તેમના પર લોન અથવા દેવાનો બોજ  લાદયો છે. લગભગ ત્રણ ચતુર્માસ લોકોની કાં તો નોકરી જતી રહી છે અથવા તો તેમનો રોજગાર છીનવાઇ ગયો છે. ૪૦ ટકા પરિવારોને દેવું કરવું પડયુ છે. તો બે તૃત્યાંશ લોકો કામની તપાસમાં ઘર છોડવા નથી માંગતાસરકારી મદદ મળી રહી છે. પણ તે એટલી નથી કે બધી જરૂરીયાતો પુરી થઇ જાય.

ગ્લોબલ કન્સલ્ટીંગ કંપની ડાલબર્ગના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. દેશભરમાં પ એપ્રિલથી ૩ જુન વચ્ચે લગભગ ૪૭ હજાર લોકોનો સર્ર્વે કરવામાં આવ્યા. લોકોએ જણાવ્યું કે માર્ચ પછી આવક ૬૦ ટકા ઘટી છે. માર્ચમાં જે લોકો મહીને ૧૦ હજાર કમાતા હતા. તેઓ એપ્રિલમાં ચાર થી સાડા ચાર હજાર જ કમાઇ શકે છે.

સંકટના આ સમયમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી મોટો સહારો બની હતી. એપ્રિલમાં પ૦ ટકા જેટલા પરિવારો જયારે જુનમાં ૯૧ટકા લોકોને મફત રાશન મળ્યુ હતુ. કેશ ટ્રાન્સફરની રકમ પણ ખાતામાં પહોંચી હતી. જોવા જઇએ તો ૮૪ ટકા લોકો સરકારી પ્રયાસોથી સંતુષ્ઠ જણાયા.