કોરોનાનું ગ્રહણ 1200 કરોડના પતંગ ઉદ્યોગને : ટર્નઓવર 30 થી 50 ટકા ઘટવાની ધારણા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ગુજરાતમાં આમ તો સદીઓથી પતંગ ઉડે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની પરંપરા છે. દિવસે દિવસે આ તહેવાર એક ઉદ્યોગનું પણ સ્થાન લેતો થઇ ગયો અને દર વર્ષે મકરસંક્રાંતિ ઉપર પતંગ અને આનુષંગિક વ્યવસાય રૂ. ૧૨૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતો થઇ ગયો છે. જોકે કોરોનાને લીધે ઉદ્યોગનું ટર્નઓવર આ વર્ષે ૩૦થી ૫૦ ટકા ઘટશે. સરકારે જાહેર કર્યું છે કે ધાબા ઉપર ૫૦થી વધુ વ્યકિત ભેગી ન થઇ શકે અને લાઉડ સ્પીકર કે ઘોંઘાટ પણ ન થઇ શકે. આ બધી પરિસ્થિતિમાં લોકો પણ અસમંજસમાં છે કે પતંગ ચગાવવો કે નહિ? આના કારણે પતંગ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ ઉત્પાદન ઓછું કરી રહ્યા છે.

દશકાઓથી પતંગ બનાવતા અમદાવાદના મનસુરભાઈ જણાવે છે કે કોર્પોરેટ પતંગ ઓર્ડર વર્ષો વર્ષ વધતા જતા હતા. જોકે આ વખતે દ્યટાડો નોંધાયો છે. અમે ઉત્પાદનમાં ૩૦ થી ૫૦% સુધીનો ઘટાડો કર્યો છે. ઉત્પાદન ઓછું કરતા જ ભાવમાં ૧૫% સુધીનો વધારો પણ આવતો જોવા મળે છે.’

વડોદરાની વાત કરીએ તો આ વખતે બજારમાં ચીની ઉત્પાદનનો બહિષ્કાર કરતા સ્લોગન સાથે પતંગ બજારમાં જોવા મળી રહ્યા છે. આત્મનિર્ભર બનો, કોરોના સે બચો, કોરોના સે બચો,વોશ યોર હેન્ડ…જેવા કોરોના અંગે લોકોને જાગૃત કરતા સંદેશાવાળી પતંગો આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટીક અને કાગળની પતંગો ગ્રાહકોમાં આગવું આકર્ષણ જમાવી રહી છે.

વડોદરામાં પણ આ વર્ષે કોરોનાના કારણે પતંગો ૫૦ ટકા જ બની છે. પતંગોનો વેપાર દીવાળી પછી શરૂ થઇ જતો હોય છે. પરંતુ, આ વખતે કોરોનાની મહામારીના કારણે પતંગોનો વેપાર છેલ્લા પંદર દિવસથી શરૂ થયો છે. છેલ્લા પંદર દિવસમાં ૧૫ થી ૨૦ ટકાનો ધંધો થઇ ગયો છે. આગામી દિવસોમાં પણ વધશે તેવી આશા છે. ઉત્ત્।રાયણના દિવસો નજીક આવતા સુધીમાં પતંગો છૂટકમાં મળવી પણ મુશ્કેલ થઇ જશે.’ વેપારીઓને આશા છે કે, પતંગ બજાર ઉપર કોરોનાની કોઇ મોટી અસર પડશે નહિં. જોકે ગ્રાહકોને ૧૦ થી ૧૫ ટકા ભાવ વધારો ચૂકવવા તૈયાર રહેવું પડશે.ખંભાતમાં ચાલુ વર્ષે પતંગો અને દોરીના કાચા માલની’ કિમતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૦ ટકાનો વધારો થતા ત્યાં મંદીનો માહોલ છે. ખંભાત’ શહેર પતંગ ઉદ્યોગનું હબ ગણાય છે. ખંભાતમાં’ ૨૦૦ ઉપરાંત ગૃહ ઉદ્યોગમાં ૨૦૦૦ઁ’જેટલા પતંગના કારીગરો ખંભાતી અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણેની’ પતંગ બનાવતાં હોય છે. જોકે ચાલુ વર્ષે પતંગ બનાવવામાં વપરાતા કાચા માલ’ જેમ કે કમાન-ઢઢો, ,ગુંદર ,કાગળના ભાવમાં ૧૦ ટકાથી ૨૦ ટકાનો વધારો થયો છે.