બેરોજગારોને છ મહિનાનું ભથ્થું આપવા શ્રમ વિભાગની વિચારણા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કેન્દ્રીય શ્રમ મંત્રાલય દેશભરના બેરોજગારોને મોટી રાહત આપવા પર વિચારણા કરી રહ્યું છે. તેના નવા પ્રસ્તાવ મુજબ, ઈએસઆઈસી સાથે સંલગ્ન કર્મચારીઓને બેકાર થવાની સ્થિતિમાં૬ મહિના સુધી ભથ્થું આપવામાં આવશે. આ ભથ્થું છેલ્લા પગારના ૫૦ ટકાની બરાબર હશે. હાલ આ રકમ છેલ્લા પગારના ૨૫ ટકાની બરાબર છે. આ ઉપરાંત ભથ્થાની સમય મર્યાદા પણ ત્રણ મહિનાની જ છે. એટલું જ નહીં, આ સ્કીમનો લાભ એક વખત જ લઈ શકાય છે જો કે હવે આ મર્યાદાનેપણ સમાપ્ત કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ, ૨૦ ઓગસ્ટના રોજ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)ના સભ્યોની બેઠકમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ઈએસઆઈસીના ૩.૨ કરોડ સબસ્ક્રાઈબર્સને ફાયદો મળશે. પીએમઓ દ્વારા આપ્રસ્વાને લઈને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં લોકોનેનોકરી ગુમાવવી પડી છેજેને કારણે સરકાર આ સ્કીમમાં કેટલીક છૂટછાટ આપવા માગે છે જેથી વધારે લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકે. એક અધિકારીએ જણાવ્યું હતું કે,ગયા અઠવાડિયે આ પ્રસ્તાવને પીએમઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. હવે આને ઈએસઆઈસીની બેઠકમાં મંજૂરી માટે રાખવામાં આવશે.