કંપનીઓ વર્ક ફ્રોમ હોમ માટે કોરોના ભથ્થુ આપી રહી છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના સંકટને જોઇને વર્ક ફ્રોમ હોમને વધુ પડતી કંપનીઓ સામાન્ય માનીને ચાતી રહી છે અને તે મુજબ તેઓ કર્મચારીઓ માટે રણનીતિમાં પણ ફેરફાર કરી રહી છે તેના હેઠળ કંપનીઓએ અલગ ભથ્થુ આપવાનું શરૂ કર્યું છે. જેમાં કર્મચારીઓને કામ માટે જરૂરીયાત મુજબનું ફર્નીચર, ઇન્ટરનેટ અને અન્ય જરૂરી ઉત્પાદનો માટે ખર્ચ સામેલ છે. કેટલાક મહીના પહેલા વિશ્વની દિગ્ગજ કંપની ગુગલે તેની શરૂઆત કરીને કર્મચારીઓની ૭પ હજાર રૂપિયા, ફર્નીચર માટે આપ્યા હતાં. હવે ભારતમાં પણ અનેક કંપનીઓ આ પ્રકારની સુવિધા તેમના કર્મચારીઓને આપવા લાગી છે.

કંપનીઓનું કહેવું છે કે કોરોના સંકટના દોરમાં કર્મચારીઓને પ્રોત્સાહન રાખવા માટે તે એક યોગ્ય પહેલ હોય શકે છે તેનાથી તેની પોતાના ખીસ્સામાંથી પૈસા ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. કોરોના કાળમાં ઘરેથી કામ કરી રહેલા કર્મચારીઓ માટે કંપની ફકત એક વાર જ ચૂકવણી કરી રહી નથી, પરંતુ તે દરેક પ્રકારની સુવિધાનું ધ્યાન રાખી રહી છે. રેઝર પે કર્મચારીઓને એસી માટે પણ દર મહિને અલગથી ભથ્થુ આપી રહી છે. કંપનીએ સ્પષ્ટ કરી દીધું છે કે ઘરના કામ કરવાની સ્થિતિમાં કોઇ પણ પ્રકારનો ઘટાડા કરવામાં આવે નહિ અને કામ સાથે જોડાયેલી સતત જરૂરીયાત પર તાત્કાલીક ચૂકવણી થવી જોઇએ.

શિક્ષા ક્ષેત્રની સ્ટાર્ડઅપ ગ્રેટલર્નિંગ જુનથી જ કર્મચારીઓને એક હજાર રૂપિયા ઇન્ટરનેટ અને યુપીએસ માટે ચૂકવણી કરી રહી છે. આ ઉપરાંત તે ફર્નીચર કંપનીઓની સાથે કરાર કરીને કર્મચારીઓના ઘર પર ભાડુ અને જરૂરી ફર્નીચર મોકલી રહ્યા છે. તેની દરેક ચૂકવણી કંપની કરી રહી છે.