વુહાનમાં કોરોના પુરાવા સાથે ચેડા કરવાના ચીની પ્રોફેસરનો દાવો

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ચીનનાં એક પ્રોફેસરએ સમગ્ર વિશ્વમાં ચીન મારફતે ફેલાયેલા કોરોના વાયરસ વિશે મોટો ખુલાસો કર્યો છે. અને ચીનની દગડાઇ બહાર પાડી દીધી છે. ચીની પ્રોફેસરે દાવો કર્યો છે કે ચિની વહીવટીતંત્રે કોરોના રોગચાળા વિશેની મહત્વપૂર્ણ માહિતી છુપાવી છે. એટલું જ નહીં, તપાસકર્તાઓ વુહાનના બજારમાં પહોંચે તે પહેલાં તમામ પુરાવા ભૂંસી(નાશ) નાખવામાં આવ્યા હતા.

ચીન પર આરોપ મૂકાયો છે કે સમયસર કોઈને પણ વાયરસની માહિતી જાહેર નહોતી કરી. આને કારણે રોગચાળો આખી દુનિયામાં ફેલાયો હતો. જોકે, ચીન આ આરોપોને નકારે છે.

મીડિયા અહેવાલો અનુસાર, પ્રોફેસર કોવક-યંગ યેને જણાવ્યું હતું કે તેમને લાગે છે કે વુહાન વહીવટીતંત્ર દ્વારા કોરોનાના વહેલા સામે આવેલા કિસ્સાઓને છુપાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ચિની પ્રોફેસરો એવા લોકોમાં શામેલ છે જેમણે પહેલા દાવો કર્યો હતો કે વાયરસ એક વ્યકિતથી બીજામાં ફેલાય છે.

જયારે તે વાયરસના પુરાવા એકત્રિત કરવા માટે વુહાનના સીફૂડ માર્કેટ પહોંચ્યો ત્યારે તેણે વુહાન માર્કેટમાંથી કોરોના ફાટી નીકળ્યો હતો જગ્યા સ્થાનિક વહીવટી તંત્રે પહેલા સંપૂર્ણ સફાઇ કરી નખી હતી. તમે કહી શકો છો કે ગુનાનું દ્રશ્ય પહેલાથી જ બદલાઈ ગયું હતું. કારણ કે સીફૂડ માર્કેટ સંપૂર્ણ રીતે સાફ થઈ ગયું હતું, જેથી આપણે જાણી શકીએ નહીં કે આ પ્રાણીમાંથી કેવી રીતે વાયરસ સામાન્ય માણસ સુધી પહોંચ્યા છે.

પ્રોફેસરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમને વિસ્તારમાં વધતા જતા કેસો પર વુહાનની ધીમી કાર્યવાહી અંગે શંકા છે, કે કેસ દબાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક અધિકારીઓ, જેમણે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈતી હતી, તેમણે તેની કાળજી લીધી ન હતી.