કોરો રોગચાળો ફેલાવવા માટે ચીને ભારે કિંમત ચૂકવવી પડશે : ટ્રમ્પ

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચીન પર કોરોના વાયરસને લઇને તીખી પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પે રાષ્ટ્રને એક વીડિયો સંદેશ જારી કરીને કોરોના રોગચાળા માટે ચીનને દોષી ઠેરવતા કહ્યું કે, ચીને વિશ્વમાં જે કર્યું છે તેની ભારે કિંમત ચૂકવશે.

રાષ્ટ્રને સંબોધનમાં ટ્રમ્પે લોકોને કહ્યું હતું કે, હું તમને તે જ (કોરોના રસી) આપવા માંગુ છું જે મને મળી અને હું તે મફતમાં આપીશ. તમારે તેના માટે ચૂકવણી કરવાની રહેશે નહીં. તમારી સાથે જે બન્યું તે તમારો દોષ નથી પરંતુ ચીનનો દોષ છે અને જે તેઓએ વિશ્વ સાથે કર્યું છે તેની ભારે કિંમત ચૂકવવી પડશે,.

ટ્રમ્પે કહ્યું કે મારો કોરોના વાયરસથી સંક્રમિત થવુ ભગવાનની દયા છે કારણ કે આ રોગમાંથી મુકિત માટે મને દવાનો ઉપયોગ કરવાની તક મળી. કોરોના વાયરસથી સ્વસ્થ થયા પછી ટ્રમ્પે વીડિયો દ્વારા લોકો સાથે પ્રથમ સંપર્ક કર્યો છે. તેઓ ખૂબ જ ખુશ હતા અને કોરોના ચેપ દરમિયાન રાષ્ટ્રપતિએ જે પ્રકારની સારવાર લીધી હતી તેની પ્રશંસા કરી હતી અને અમેરિકન લોકોને ખાતરી આપી હતી કે તેઓ લોકોને કોરોના દવાઓ મફતમાં આપશે. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલાનીયા ટ્રમ્પની કોરોના વાયરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો હતો.