Category: Election 2021
સરહદ નજીક ચાઇનીઝ હેલિકોપ્ટરની પ્રવૃત્તિઓ વધી છે: મૃત અને ઘાયલ સૈનિકોની વિમાન પરિવહન
(હમલોગ.ન્યૂઝ દ્વારા) લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો થહિદ થયા છે. આજે મંગળવારે રાત્રે ભારતીય સેનાએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. ભારતીય સેનાએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 15 અને 16મી જૂનની મોડી રાત્રે ભારત-ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લાઈન ઓફ ડ્યૂટી પર 17 ભારતીય જવાનોની ટીકડીઓ ઘાયલ થઈ છે. જ્યારે ખુબ જ નીચૂ તાપમાન ધરાવતા આ વિસ્તારમાં આપણા દેશના જવાનો શહિદ થયા છે જેમની સંખ્યા 20 છે. ભારતીય સેના પોતાના દેશની અખંડતા અને સંપ્રભુતાને સુરક્ષીત રાખવા માટે સદૈવ પ્રતિબદ્ધ છે. ભારતીય જવાનોએ પણ ચીનને આકરો જવાબ વાળ્યો હતો. શાંતિપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીની સૈનિકોએ પીઠમાં ખંજર ભોંકવાની તેની આદત પ્રમાણે કરેલા હુમલો કર્યો હતો. જેનો જવાબ આપતા ભારતીય જવાનો એ ચીનના 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. જ્યારે કેટલાક ચીની સૈનિકો હજી પણ ભારે ગંભીર રીતે ઘવાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના બાદ એલએસી નજીક કેટલાક ચીની હેલિકોપ્ટર ચકરાવા લેતા નજરે પડ્યા છે. આ હેલિકોપ્ટરોની ગતિધિતીઓ ઘણી વધારે જોવા મળી હતી. માનવામાં આવે છે કે, ભારત સાથે થયેલી હિંસક અથડામણમાં માર્યા ગયેલા અને ઘાયલ થયેલા ચીની સૈનિકોને એરલિફ્ટ કરાવવા માટે આ હેલિકોપ્ટર્સ આવ્યા હતા.
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે કંઈક અણધાર્યું બનશે
(હમલોગ.ન્યૂઝ દ્વારા) આજે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ તોળાઈ રહયો છે કોઈએ ધાર્યું ન હોય એવો વળાંક આવી રહ્યાંનું ટોચના આધારભૂત વર્તુળોએ મોડીરાત્રે અકિલાને જણાવ્યું હતું. ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ સંપૂર્ણ ઘટના યુ ટર્ન લઇ લ્યે તો નવાઈ નહીં એનસીપીને રાજ્યપાલે આજે રાત્રે 8.30 સુધીમાં સરકાર રચવા અંગે સમય આપ્યો છે ,જો એનસીપી પણ સરકાર રચી નહીં શકે તો બંધારણ મુજબ પરિસ્થિતિને અનુરૂપ રાજ્યપાલ વિવેકબુદ્ધિનો ઉપયોગ કરી નિર્ણાય લઇ શકે છે તેમ બંધારણીય નિષ્ણાતોએ જણવ્યું છે.