250 રૂપિયાના સિક્કાનું બુકીંગ શરૂ

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કેન્દ્ર સરકારની મુંબઇ ટંકશાળા દ્વારા દેશના પહેલા રપ૦ રૂપિયાના સિકકાનું બુકીંગ સામાન્ય નાગરીકો માટે શરૂ કરાયું છે. બુકીંગ ર૭ નવેમ્બર સુધી કરાવી શકાશે. ઉદયપુરના સંગ્રહકર્તા મહેશ જૈને જણાવેલ કે આ સિકકાના આગળના ભાગે અશોક સ્તંભ અને રપ૦ રૂપિયા અંકીત કરાયા છે. જયારે પાછળના ભાગે સંસદ ભવન પરિસર અને રાજયસભાના રપ૦મું સત્ર અંકિત કરાયું છે. સિકકાનું વજન ૪૦ ગ્રામ છે.