બોબી વિલન બનવાની તૈયારી કરી રહ્યો છે

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બોબી દેઓલે બીજી ઇનિંગ શરૂ કર્યા પછી બોલીવૂડમાં અને ડિજીટલ પ્લેટફોર્મ પર સતત કામ મળી રહ્યું છે. રેસ-૩, હાઉસફુલ-૪ પછી તેને સોૈથી વધુ ફાયદો વેબ સિરીઝ આશ્રમથી થયો છે. જેમાં તેણે   બાબાનું પાત્ર ભજવ્યું છે. બોલીવૂડમાં કમબેક પછી બોબીએ હીરો બનવાની આશા રાખવાને બદલે બીજા રોલ નિભાવવાનું શરૂ કરી દીધું છે. હવે તે વિલન પણ બનવાનો છે. આશ્રમ સિરીઝમાં પણ તેના પાત્રનો શેડ નેગેટિવ હતો. છતાં દર્શકોને એ રોલ ખુબ ગમ્યો છે. ગયા વર્ષમાં સોૈથી વધુ જોવામાં આવેલી સિરીઝમાં આશ્રમનો સમાવેશ થયો છે. બોબીનો અભિનય પણ બધાએ ખુબ વખાણ્યો છે. કબીરસિંહ જેવી બ્લોકબસ્ટર ફિલ્મ બનાવનારા નિર્દેશક સંદિપ રેડ્ડી વાંગા આગામી ફિલ્મ રણબીર કપૂરને લઇને બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં બોબીને વિલનનો રોલ ઓફર થયો છે. તેણે ઓફર થતાં જ હા કહી દીધી હતી. રણબીરના દૂશ્મનનો તેનો રોલ ખુબ મહત્વનો હશે.