ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટિલે ‘મા અંબા’ ના આશીર્વાદ લીધા

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોનવાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના પ્રવાસ બાદ હવે તેઓએ આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ‘માં અંબા’ના દર્શન કરી સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે સવારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના અગ્રણીઓ અને સ્થાનિક ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.