શાળા ગણવેશ વેચનાર માટે ‘ખરાબ દિવસો’

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દિલ્હીમાં રહેતો હિમાંશુ શાળાઓ ખુલવાની ઉત્કુટતાથી રાહ જોઇ રહયો છે. તે ન તો શિક્ષક છે કે નથી વિદ્યાર્થી. તે શાળાના યુનિફોર્મ બનાવે છે અને વેચે છે. દિલ્હીની ગાંધીનગર માર્કેટમાં પોતાની દુકાનમાં બેઠા બેઠા હિમાંશુ કહે છે કે મેં કયારેય કલ્પના પણ નહોતી કરી કે શાળાઓ આટલા લાંબા સમય માટે બંધ રહી શકે અને મારો ધંધો ઠપ્પ થઇ જશે.

દુકાનની અલમારીઓ અલગ-અલગ પ્રકારના સ્કુલ ડ્રેસોથી ભરેલી પડી છે. લાલ, બ્લુ, લીલા દરેક રંગના ડ્રેસ. ચહેરા પર ઉદાસી સાથે હિમાંશુ કહે છે લોકડઉન  બિુલકુલ એવા સમયે થયું જયારે અમે ઉનાળાના યુનિફોર્મ વેચવાની તૈયારીમાં હતા. મારી દુકાનમાં ૪૦ હજાર રૂપીયાના યુનિફોર્મ એમને એમ પડયા છે. આવી મુશ્કેલી ખાલી હિમાંશુની જ નથી. કોરોના સંકટમાં દિલ્હીમાં ૧૯ માર્ચથી સતત શાળાઓ બંધ થવાથી દેશના યુનિફોર્મ માર્કેટ પર બહુ ખરાબ અસર થઇ છે. ઉદ્યોગના અનુમાન અનુસાર આ ઉદ્યોગને ૧૮ હજાર કરોડનું નુકશાન થયું છે. દિલ્હી એનસીઆર અને મહારાષ્ટ્રનું સોલાપુર દેશના બે સૌથી મોટા યુનિફોર્મ મેન્યુફેકચરીંગ હબ છે.

દિલ્હીનું ગાંધીનગર માર્કેટ લગભગ ૧૦૦ સ્કુલ યુનિફોર્મના વેપારી અને ઉત્પાદકો ધરાવે છે અને શહેરમાં લગભગ ૧ લાખ લોકોને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રોજગાર આપે છે. માર્ચથી ઓગષ્ટ દરમ્યાન કટર, દરજી, સિલાઇ કરવાવાળાને રોજગાર આપે છે.

કાપડ, સાઇઝ અને જરૂરી સવલતના આધારે એક યુનિફોર્મ જથ્થાબંધમાં ૩૦૦ થી ૯૦૦ રૂપીયામાં પડે છે. ઉતર દિલ્હી નગર નિગમ શહેરના અન્ય બે નિગમોની જેમ બાળકો માટે સ્કુલ યુનિફોર્મ ખરીદવા માટે મા-બાપને વિદ્યાર્થી દીઠ ૧૧૦૦ રૂપીયા આપે છે. નિગમો દ્વારા સંચાલીત ૭૧૪ શાાળઓમાં લગભગ ર.૭પ લાખ વિદ્યાર્થીઓના નામ નોંધાયેલા છે.