સેનાના જવાનોએ પોતાના સ્માર્ટફોનમાંથી વીચેટ, ઝૂમ, ઈંસ્ટ્રાગ્રામ, ટિંડર સહીત 89 એપ હટાવવા આદેશ

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ભારતીય સેનાએ પોતાના અધિકારીઓને તેમના સ્માર્ટફોનમાંથી ૮૯ એપ ડિલીટ કરી દેવાનો આદેશ આપ્યો છે. સેનાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આદેશ એટલા માટે આપવામાં આવ્યો છે કે, કારણ કે, ગુપ્ત માહિતીઓ લિક ન થાય. આ એપ્સમાં ટિક ટોક, ટ્રુ કોલર અને ઈંસ્ટાગ્રામ જેવા એપ્લીકેશન સામેલ છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલમાં આ સંબંધિત દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ટિંડર જેવી ડેટિંગ એપ અને ડેલી હંટ જેવા સમાચાર એપ્સ પણ સામેલ છે. જણાવી દઈએ કે, ડેટા સુરક્ષાને લઈ ભારત સરકારે અગાઉ ૫૯ એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ એપ્સમાં વીચેટ, હાઈક, લાઈકી, શેરચેટ, યૂસી બ્રાઉઝર, બિગો લાઈવ, જૂમ, કેમસ્કેનર, બ્યૂટી પ્લસ, પબજી સહિત ટેંસેંટના તમામ ગેમીંમ એપ કલબ ફેકટરી, હેપન,, બંબલ, આઈલ , ૩૬૦ સિકયોરિટી, પ્રતિલિપી, હંગામા જેવા એપ પણ સામેલ છે.

સેનાએ એ તમામ એપ્સથી દૂર રહેવાના આદેશ આપ્યા છે જેના પર કયારેક ને કયારેક તો પર્સનલ ડેટા ચોરી થયાના આરોપો લાગી રહ્યાં છે. તે પછી દુનિયાભરમાં અતિ લોકપ્રિય શોશિયલ મીડિયા એપ ફેસબુક જ કેમ ના હોય. ૨૦૧૮માં કેંબ્રિજ એનાલિટિકા કેસમાં થયેલો હોબાળાએ અનેક સવાલ ખડા કર્યા હતાં. બ્રિટનની આ કંપનીએ એમ કહી દુનિયાભરમાં સનસનાટી મચાવી દીધી હતી કે, ફેસબુક પોતાના ૮ કરોડ ૭૦ લાખ યુઝર્સનો ખાનગી ડેટા અયોગ્ય રીતે ચોરીને એને વેચી રહ્યું છે.