વધુ એક સમ્માન સોનુ સૂદના નામ : એશિયાના ટોપ-50 સેલેબ્રિટીમા મોખરાનું સ્થાન મેળવ્યુ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન ગરીબ અને નબળાં વર્ગના લોકોને મદદ કરવાને લઇને ભારતીય અભિનેતા સોનુ સૂદને દક્ષિણ એશિયાની સેલેબ્રિટીઓની યાદીમાં ટોચનું સ્થાન મળ્યુ છે. આ મામેલ આવા પ્રકારની પહેલી અને અનોખી રેન્કિંગ બુધવારે તાજેતરમા જાહેર કરવામા આવી છે.

બ્રિટનના સાપ્તાહિક અખબાર ઇન્સ્ટર્ન આઇ દ્વારા પ્રકાશિત વિશ્વમાં ૫૦ એશિયન સેલેબ્રિટીઓની યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કરવા માટે ૪૭ વર્ષના અભિનેતાને કટ્ટર સ્પર્ધાના સામનો કરવો પડ્યો. આ યાદીના માધ્યમથી એવા કલાકારોને સમ્માનિત કરવામાં આવ્યા છે જેમણે પોતાની કામગીરીથી સમાજમાં સકારાત્મક છાપ ઉભી કરી છે અને લોકોને પ્રેરિત કર્યા છે.

આ સમ્માન પ્રત્યે આભાર વ્યકત કરતા સોનુ સૂદે કહ્યુ કે, મહામારી દરમિયાન મને અહેસાસ થયો કે પોતાના દેશના લોકોની મદદ કરવી મારું કર્તવ્ય છે. કોરોના મહામારીના લોકડાઉનના સમયે સોનુ સૂદે ભારતીય પ્રવાસી મજૂરોને તેમના દ્યરે પરત મોકલવામાં મદદ કરી હતી, જેમની માટે તેમને આ સમ્માન મળ્યુ છે. ઇસ્ટર્ન આઇના સંપાદક અસજદ નજીરે આ યાદી તૈયાર કરી છે. તેમણે કહ્યુ કે, સોનુ સૂદ આ સમ્માનના હકદાર છે કારણ કે લોકડાઉનના સમયે અન્યોની મદદ કરવા માટે અન્ય કોઇ સેલેબ્રિટીએ આટલી કામગીરી કરી નથી.

સોનૂ સૂદને પ્રવાસી મજૂરો અને કારીગરોની મદદ કરવા માટે પંજાબ સરકાર અને આંધ્રપ્રદેશની સરકારે પણ સમ્માનિત કર્યા છે. તે ઉપરાંત વૈશ્વિક સ્તરે સંયુકત રાષ્ટ્રે સોનુસૂદને એડીજી સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એકશન એવોર્ડથી પણ સમ્માનિત કર્યા છે. તેમના ચાહકો તેમને ભારત સરકાર તરફથી સર્વોચ્ચ સમ્માન આપવાની માંગણી કરી રહ્યા છે.