આવતીકાલે દેશવ્યાપી બેંક હડતાલની ઘોષણા

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

આવતીકાલે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપેલા હડતાલના એલાનને બેન્ક કામદારોના સૌથી મોટા યુનિયન એઆઈબીઈએ એ પણ ટેકો આપતા આવતીકાલે મોટાભાગની બેન્કો બંધ રહેશે. સ્ટેટ બેન્ક અને ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના કર્મચારીઓ હડતાલમાં નહિ જોડાય. આ હડતાલમાં સહકારી બેન્કો પણ સામેલ થવાની નથી.દેશભરની મોટાભાગની બેન્કોમા આવતીકાલે કામકાજ ઠપ્પ થઈ જશે. જો કે ડીઝીટલ બેન્કીંગ કામકાજ ચાલુ રહેશે. એટીએમ પણ ચાલુ રહેવાના છે. ૨૬ તારીખ એટલે કે ગુરૃવારના રોજ હડતાલ બાદ શુક્રવારે બેન્કો ચાલુ રહેશે પરંતુ ફરી ૨૮મીએ ચોથો શનિવાર અને ૨૯મીએ રવિવારના કારણે બેન્કો બંધ રહેવાની છે.