અમે સોળ વર્ષના છીએ. ઇન્દ્રિય, ઉત્થાન, કલાઇમેક્ષ વગેરે જેવા અનેક શબ્દોના અર્થો સમજ નથી પડતાં

Blogs

ડૉ. મુકુલ ચોકસી

અમે સોળ વર્ષના છીએ. ઇન્દ્રિય, ઉત્થાન, કલાઇમેક્ષ વગેરે જેવા અનેક શબ્દોના અર્થો સમજ નથી પડતાં તો અમારા જેવા વાચકો માટે આવા વૈજ્ઞાનિક શબ્દોના યોગ્ય અર્થો તદ્દન સરળ, બોલચાલની ભાષામાં આપવા વિનંતી જેથી અમે સમજી શકીએ.

 વ્યવહારની ભાષા કંઈક એવી હોય છે જેમાં તમામ જાતીય બાબતો વર્ણવવી સરળ નથી. ક્યારેક તદ્દન સાદી માહિતી પણ અશ્લીલ બની જવાનો ભય રહે છે. તેમ છતાં આવા કેટલાક વારંવાર વપરાતા શબ્દોના અર્થ સરળ ભાષામાં આ રીતે લખી શકાય.

  • ઇન્દ્રિય : શિશ્ન, લિંગ, જનનેન્દ્રિય – પુરુષો જે ભાગથી પેશાબ કરે છે અને જે ભાગથી વીર્ય નીકળે તે અવયવ.
  • સ્ખલન : શિશ્નને રસ્તે વીર્ય હળવા આંચકા સહિત બહાર નીકળવાની પ્રક્રિયા – જેને ડીસ્ચાર્જ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • હસ્તમૈથુન : સંભોગ સિવાય અન્ય રીતે જાતીય આનંદ મેળવવાની પ્રવૃત્તિ, જેમાં સામાન્ય રીતે જનનાંગોને જાતે જ ઉત્તેજિત કરવામાં આવે છે.
  • ઉત્થાન :  સ્ત્રી સંગને લીધે યા તેની કલ્પનાથી યા એવું દૃશ્ય જોવાથી શિશ્નની લંબાઈ, પહોળાઈ તથા કડકાઈમાં થતો વધારો.
  • ક્લાઇમેક્સ, ઓર્ગેઝમ, પરાકાષ્ટા, ચરમસીમા : સંભોગને અંતે અનુભવાતી તૃપ્તિ.
  • યોનિ : સ્ત્રીમાં આવેલું સેક્સ માટેનું અવયવ, જેમાં શિશ્ન પ્રવેશ પામે છે. આ જ દ્વારમાંથી માસિકનો સ્ત્રાવ તથા પ્રસૂતિ વખતે નવજાત શિશુ બહાર આવે છે.