રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલટેક્સમાં વધારો થઈ શકે છે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

એક તરફ કોરોનાને કારણે દેશમાં લોકોની નોકરીઓ જઈ રહી છે. સામાન્ય લોકોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યો છે. કેટલાક લોકોના પગાર અડધા થઈ ગયા છે. ત્યારે સરકાર વધુ એક બોજો નાગરિકોના માથે નાંખવા જઈ રહી છે. દેશમાં અકસ્માતમાં ઈજાગ્રસ્તોને મદદ થઈ શકે તે માટે ૨ હજાર કરોડની ભંડોળ ભેગુ કરવાનો ટાર્ગેટ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. જેને પહોંચી વળવા તેઓ નેશનલ ટાઈવેના ટોલ ટેકસમાં વધારો કરી શકે છે.

નેશનલ હાઈવેના ટોલટેકસમાં વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકાર  ૨ હજાર કરોડનું ભંડોળ એકઠું કરવા માંગે છે.  જેને પગલે સરકારે આ નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકાર આ ભંડોળનો ઉપયોગ રસ્તા પર થતા અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યકિતની સારવારમાં વાપરશે.

ઉલ્લેખનીય છે ક હાલ નેશનલ હેલ્થ ઓથોરિટી વિનામૂલ્યે અકસ્માતનો ભોગ બનનારાની સારવાર કરે છે. પરિવહન મંત્રાલય દ્વારા મોટર વ્હીકલ ફંડની રચના કરાશે.