વિમાન જેટલું મોટું એસ્ટરોઇડ 24046 કિ.મી.ની ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યો છે

Science/Tech
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ જણાવ્યું છે કે ૨૦૨૦ RK2 નામનો એક એસ્ટરોઇડ ખૂબ જ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે સાત ઓકટોબરને ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે જોકે તે ધરતીથી નજીકથી પસાર થઈ જવાની શકયતા છે. NASAએ કહ્યું છે કે આ એસ્ટરોઇડથી ધરતીને કોઈ નુકસાન નહીં થાય તેમ છતાંય વૈજ્ઞાનિક તેની ચાલ ઉપર સતત નજર રાખી રહ્યા છે. આ એસ્ટરોઇડને સપ્ટેમ્બર મહીનામાં જ પહેલીવાર વૈજ્ઞાનિકોએ જોયો હતો.

NASAના જણાવ્યા મુજબ, એસ્ટરરોઇડ ૨૦૨૦ RK2 ધરતીની તરફ ૨૪૦૪૬ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ એસ્ટરોઇડનો વ્યાસ ૩૬થી ૮૧ મીટર જયારે પહોળાઈ ૧૧૮થી ૨૬૫ ફુટ સુધી હોઈ શકે છે. આ એસ્ટરોઇડ બોઇંગ ૭૩૭ પેસેન્જર પ્લેન જેટલો મોટો હોવાનું કહેવાય છે. ઇસ્ટન ટાઈમ ઝોન અનુસાર આ એસ્ટરોઈડ બપોરે ૧ વાગીને ૧૨ મિનિટે અને  બ્રિટનના સમય અનુસાર સાંજે ૬ વાગીને ૧૨ મિનિટે ધરતીની નજીકથી પસાર થશે. નાસાનું અનુમાન છે કે આ એસ્ટરોઈડ ધરતીથી ૨,૩૭૮,૪૮૨ મીલની દૂરીથી પસાર થશે.

જે માહિતી મળી રહી છે તેના અનુસાર ૨૦૨૦-૨૦૨૫ની વચ્ચે ૨૦૧૮ સ્ભ્૧ નામનો Asteroid પૃથ્વીથી અથડાવવાની શકયતા છે, પરંતુ તે માત્ર ૭ ફુટ પહોળો છે. તેનાથી મોટો ૧૭૭ ફુટનો Asteroid ૨૦૦૫ ED2૨૪ વર્ષ ૨૦૨૩-૨૦૬૪ના વચ્ચે પૃથ્વી સાથે અથડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે NASAના Sentry System આવા ખતરા પર પહેલાથી જ નજર રાખે છે. તેમાં આવનારા ૧૦૦ વર્ષો માટે હાલ ૨૨ એવા એસ્ટરોઇડ છે જે પૃથ્વી સાથે અથડાવવાની થોડી પણ શકયતા છે. આ યાદીમાં સૌથી પહેલા અને સૌથી મોટો એસ્ટરોઇડ ૨૯૦૭૫ (૧૯૫૦ DA) જે ૨૮૮૦ સુધી નથી આવવાનો. તેનો આકાર અમેરિકાની એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગથી ત્રણ ગણો વધારે છે અને એક સમયે માનવામાં આવતું હતું કે પૃથ્વી સાથે ટકરાવવાની તેની આશંકા સૌથી વધુ છે.