અમેરિકામાં છેલ્લા સાત દાયકાની સૌથી મોટી મંદી આવી શકે છે

international

(હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસના કારણે અમેરિકાની સ્થિતિ ઘણી ખરાબ છે. તેવામાં આર્થિક પડકારો તેની મુશ્કેલી વધારી શકે છે. અર્થશાસ્ત્રીઓને આશંકા છે કે અમેરિકામાં છેલ્લા સાત દાયકાની સૌથી મોટી મંદી આવી શકે છે. તેમને ડર પણ છે કે કોરોના વાયરસ મહામારી ફરીથી ત્રાટકી શકે છે. જેનાથી અર્થંતંત્રની મુશ્કેલી વધી શકે છે. નેશનલ એસોસિએશન ફોર બિઝનેસ ઇકોનોમિકસે આ મામલે એક સર્વેના તારણો જાહેર કર્યા. જેમાં અનુમાન વ્યકત કર્યું કે કોરોનાને કારણે અમેરિકાની જીડીપી-૨૦૨૦માં ૫.૯ ટકા ઘટી શકે છે.

૧૯૪૬માં અમેરિકાની જીડીપીમાં ૧૧.૬ ટકાનો ઘટાડો આવ્યો હતો

આ ઘટાડો ૧૯૪૬માં નોંધાયેલા ઘટાડા બાદ સૌથી મોટો દ્યટાડો હોઇ શકે છે. ૧૯૪૬માં બીજા વિશ્વ યુદ્ઘના કારણે અમેરિકાની જીડીપીમાં ૧૧.૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. ફખ્ગ્ચ્ના ૪૮ નિષ્ણાતોની ટીમે અનુમાન જતાવ્યું કે જાન્યુઆ-માર્ચ ત્રિમાસીકમાં અમેરિકાની જીડીપી પાંચ ટકા ઘટી જશે. જયારે કે એપ્રિલ-જૂનના ત્રિમાસીકગાળામાં આ ઘટાડો રેકોર્ડ ૩૩.૫ ટકાએ પહોંચી જશે. ફખ્ગ્ચ્ના ટીમે સંભાવના દર્શાવી છે કે ૨૦૨૦ના બીજા છ માસીકગાળામાં ગ્રોથ રેટ સારો થશે. જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસીક ગાળામાં ૯.૧ ટકા અને ઓકટોબરથી ડિસેમ્બરના ત્રિમાસીક ગાળામાં ૬.૮ ટકા જીડીપી નોંધાઇ શકે છે.. અર્થશાસ્ત્રીઓનો અંદાજ છે કે ૨૦૨૧માં અમેરિકાનો ગ્રોથ રેટ ૩.૬ ટકા રહી શકે છે.