આંબળામાં પોષકતત્વોનો ભંડાર છે : વીટામીન ‘સી’નો ખજાનો, દૈનિક સેવનના ચમત્કારી ફાયદા

Health
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વિટામિન સી અને એન્ટિ-ઓકિસડન્ટ્સથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આપે છે. ઠંડીમાં માત્ર બે-ત્રણ મહિના જ એ ફ્રેશ મળે છે, પરંતુ એને વિવિધ રૂપે સાચવી રાખી શકો તો એનું સેવન ત્રણેય ઋતુમાં કરી શકાય એમ છે.

એક આમળાંમાં વીસ સંતરા જેટલું વિટામિન સી હોય છે એવું તાજેતરમાં બ્રિટનની ન્યુટ્રિશન જર્નલમાં નોંધાયું છે. આયુર્વેદે તો અનાદિકાળથી આમળાંને શ્રેષ્ઠ ઔષધોમાંનું એક ગણ્યું છે, પરંતુ હવે મોડર્ન ન્યુટ્રિશન સાયન્સે પણ આમળાંના ગુણગાનને સમર્થન આપવાનું શરૂ કર્યું છે. એમાં વિવિધ પ્રકારનાં પોલિફિનોલ્સ, ફ્લેવનોઇડ્સ અને ટેનિન નામનાં રસાયણો રહેલાં છે જે આપણા શરીરમાં છૂટાં ફરતાં રેડિકલ્સને શરીરના કોષો સાથે ઓકિસડેશનની પ્રક્રિયા દ્વારા જોડાઈને ડેમેજ કરતાં અટકાવે છે. આ જ કારણોસર મોડર્ન સાયન્સે આમળાંને ઇમ્યુન સિસ્ટમ, ડાયાબિટીઝ, હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, સોજો, લિવરની સમસ્યાઓ, બ્રેઇન ડીજનરેશન, ડાયજેશન અને વૃદ્ઘત્વ સાથે સંકળાયેલી આંખોની સમસ્યામાં શ્રેષ્ઠ કામ આપનારૂ કહ્યું છે. ચાલો જાણીએ તેને કઇ રીતે અને કયારે લઇ શકીએ.

જ્યૂસ સીઝન

શિયાળામાં આમળાંનો શુદ્ઘ અને ફ્રેશ જૂસ મળી શકે એમ હોય તો ચોક્કસપણે પીવો જોઈએ. એવું કહેવાય છે કે જો શિયાળામાં ત્રણ મહિના રોજ આમળાંનો જૂસ પીવાથી રોગપ્રતિકારક શકિત પ્રબળ થાય છે. ફ્રેશ આમળાંમાં ઓરેન્જ કરતાં વીસ ગણું વિટામિન સી હોય છે એટલે એ કોઈ પણ પ્રકારના ઘાને ઝડપથી રૂઝ આપવા તેમ જ આયર્નનું એબ્ઝોર્પ્શન સુધારીને હીમોગ્લોબિન પણ વધારે છે. જોકે એને પ્રિઝર્વ કરી રાખીને બારેમાસ એ પીવાનું હિતાવહ નથી એમ જણાવતાં જ્યૂસ આમ જુઓ તો ઉત્ત્।મ છે, પરંતુ એ પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. સીઝનમાં ફ્રેશ લો તો સારૂ, પણ વરસ આખા માટે સંઘરી

રાખેલો હોય તો એમાં જરા વિચારવું. વળી, યુરિક એસિડના દરદીઓ માટે જ્યૂસ ઠીક નથી. જૂસ પીવાથી કફ અને સંધિવાના દરદીઓને પણ તકલીફ થઈ શકે છે. એટલે જ્યૂસનું કોણે કેટલું સેવન કરવું એ બાબતે સાવ આંખ બંધ કરીને ન ચાલવું. એમાં નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ રહેશે.

કઈ-કઈ રીતે લેવાય?

આમળાં લેવાની અનેક રીતો છે અને એમાં ચૂર્ણ લેવાનું સરળ અને સુલભ છે એમ જણાવતાં  ચૂર્ણના ફોર્મમાં આમળાંને વિવિધ ઔષધદ્રવ્યો સાથે મેળવી શકાય. આમળાં ધાત્રી રસાયણ છે અને ઘણી બીમારીમાં કામ કરે છે. ડાયાબિટીઝ, કોલેસ્ટરોલ, બ્લડપ્રેશર એમ અનેક સમસ્યાઓમાં અકસીર બને. એનો ચ્યવનપ્રાશ,અને મુરબ્બો પણ લેવાય.

અલગ-અલગ રોગો અને અવસ્થાઓ માટે ખડી સાકર, સૂંઠ, ગોળ, હળદર, ભાંગરો જેવાં દ્રવ્યોનું મિશ્રણ કરી શકાય.

બેસ્ટ મુરબ્બાની રેસિપી ..

પહેલાં આખાં આમળાંંને કાપા પાડીને બાફી લેવાનાં. બફાઈ જાય એટલે એને ફોડીને એમાંથી ઠળિયા અલગ કરી દેવાના અને એનું છીણ તૈયાર કરવું. ત્યાર બાદ એમાં અડધોઅડધ ઓર્ગેનિક ગોળ ઉપર પાથરી દેવો.

આ મિશ્રણને તપેલીમાં ભરીને જેમ છુંદો બનાવવા માટે કપડું અને ચાળણી બાંધીને તડકે મૂકીએ એમ તૈયાર કરવું. આઠથી દસ દિવસ આ તપેલું સૂર્યના આકરા તાપમાં રહેશે એટલે ગોળ-આમળાંં એકરસ થઈને જે તૈયાર થશે એ દ્રવ્ય શુદ્ઘ અને અસરકારક હશે. એમાં જો સૂંઠ નાખી હશે તો એના ગુણ  વધશે.

અચૂક કરવા જેવા ઔષધ પ્રયોગો

જો ડાયાબિટીઝ ન હોય તો રોજ સવાર-સાંજ બે-બે ગ્રામ આમળાંનું ચૂર્ણ અને ખડીસાકર મિકસ કરીને લેવાનું. જો ડાયાબિટીઝ હોય તો હળદર અને આમળાં સમભાગે મેળવીને સવાર-સાંજ લેવાનું.

આમળાં, સૂંઠ અને ગોળ મિકસ કરીને જમતાં પહેલાં લેવાની અગ્નિ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ મજબૂત થાય તો અનેક વિકારો દૂર થાય છે અને દોષોનું શોધન થાય.

આમળાં, ભાંગરો અને કાળાં તલ સમપ્રમાણમાં લેવાં. કાળાં તલને પહેલાં શેકીને પછી ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ જમ્યા પછી એક-એક ચમચી લેવામાં આવે તો એ વાળ માટે ખૂબ જ સારું. જો તમને ગરમી ન હોય તો એમાં આમળાંના ચોથા ભાગની કલોંજી લેવી. રોજ એક વર્ષ માટે સવાર-સાંજ આ ચૂર્ણનું જમીને સેવન કરો તો વાળ સરસ થઈ જશે.

હળદર અને આમળાંનું સમપ્રમાણ મિશ્રણ કરીને લેવાથી ડાયાબિટીઝ અને આંખના વિકારો તેમ જ રેટિનોપથીમાં ઉત્ત્।મ કામ રહે.

આમળાં વરસાદમાં ગોળ સાથે, ગરમીમાં ઘી સાથે અને ઠંડીમાં મધ સાથે લેવામાં આવે તો રોગપ્રતિકારક શકિત વધે. એ હાર્ટ, બ્રેઇન, કિડની, આંખ જેવા અવયવોને સ્વસ્થ રાખે છે અને ઓલ્ઝાઇમર્સ, પાર્કિન્સન્સ જેવા રોગોને પ્રિવેન્ટ કરે છે.

કેન્સરના પ્રિવેન્શન માટે આમળાંનો ઉપયોગ અશ્વગંધા, ગળો અને હળદર સાથે કરવામાં આવે તો ફરીથી ઊથલો મારવાના ચાન્સિસ ઘટી જાય છે.