બેર ગ્રિલ્સની સાથે અક્ષય કુમાર જંગલમાં ખતરનાક સફર પર, મોશનઃ પોસ્ટર રિલીઝ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

બોલિવૂડ એકટર અક્ષય કુમાર ટૂંક સમયમાં જ તેનાં ખાસ અંદાજથી લોકોનું દિલ જીતવા આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સુપર સ્ટાર રજનીકાંત બાદ હવે, અક્ષય કુમાર જંગલનાં સફર પર જતાં નજર આવશે. અક્ષય કુમાર ટૂંક સમયમાં જ બેર ગ્રિલ્સની સાથે ઇન ટૂ ધ વાઇલ્ડનો ભાગ હશે. આવનારા એપિસોડમાં અક્ષય કુમાર બેર ગ્રિલ્સની સાથે જંગલનાં ખતરનાક સફરમાં નજર આવશે. જેની માહિતી ખુદ અક્ષય કુમારે આપી હતી.

અક્ષય કુમારે તેનાં એપિસોડનું મોશન પોસ્ટર તેનાં સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે. આ પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે કે,’આપ વિચારી રહ્યાં છો કે હું પાગલ છુ.. પણ હું ફકત જંગલમાં જવા માટે પાગલ છું.’ #IntoThe WildWithBearGrylls. અક્ષય કુમારે શેર કરેલાં ૨૦ સેકન્ડના વીડિયોમાં તે ખતરનાક સ્ટંટ કરતો નજર આવે છે.

વીડિયોમાં અક્ષય કુમાર અને બેર ગ્રિલ્સ નદીની વચ્ચોવચ્ચ નજર આવે છે તો વૃક્ષની ડાળી પર લટકતાં નજર આવે છે. આ શો ૧૧ સપ્ટેમ્બરે રાત્રે ૮ વાગ્યે ડિસ્કવરી ચેનલ પર દર્શાવવામાં આવશે. આ શોની શૂટિંગની કેટલીક તસવીરો જાન્યુઆરી મહિનામાં સામે આવી હતી. આપને જણાવી દઇએ કે, બેર ગ્રિલ્સે આ એપિસોડનાં શૂટિંગ માટે ભારતનાં જંગલો પસંદ કર્યા હતાં.કર્ણાટકનાં બાંદીપુર ટાઇગર રિઝર્વમાં અક્ષય કુમાર અને બેર ગ્રિલ્સે શૂટિંગ કર્યુ હતું જયાં જંગલી સફર કેટલો ખતરનાક છે, તેની ઝલક તમે ટીઝરમાં સ્પષ્ટ જોઇ શકો છો. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને સાઉથ સુપર સ્ટાર બેર ગ્રિલ્સે આ સુપરહિટ શોનો હિસ્સો હતાં. જે એપિસોડ પણ ઘણાં ચર્ચામાં રહ્યાં હતાં.