ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમનાં દીકરી આરાધ્યાને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેમનો બંનેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો, જોકે તેમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના પણ કોવિડ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા અને તેમને બંનેને પણ સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.