મોબાઇલ પછી, હવે ‘સ્માર્ટ વોચ’નો જમાનો આવ્યો છે
- (હમલોગ.ન્યૂઝ દ્વારા)
મોબાઇલ તો લોકોમાં ધૂમ મચાવે જ છે પરંતુ ”સ્માર્ટ વોચ”પણ યુવાનોમાં એક નવું જ માર્કેટ સર્જી રહી છે મોબાઇલ માર્કેટની નસેનસના જાણકાર ટોચની વ્યકિતએ અકિલાને જણાવેલ કે રીયલ મીની રૂ.૩૦૦૦ થી માંડીને ઓપો-સેમસંગ-એપલની ૩૦ થી ૪૦ હજાર સુધીની સ્માર્ટ વોચ અત્યારે ધૂમ મચાવી રહી છે. સ્માર્ટ વોચમાં મોબાઇલ ફોન સાથે કનેકટીવીટી, ટેકસ મેસેજ, વ્હોટસઅપ મેસેજે, હાર્ટ બીટ, સ્ટેપ્સ, બ્લડપ્રેસર માપવા સુધીની અને ઓકિસજનથી લેવલ અનેક સવલતો આપવામાં આવતી હોય યુવા વર્ગમાં સ્માર્ટ વોચ ધૂમ મચાવી રહી છે. દિવાળી ઉપર સારૂ એવુ વેચાણ જોવા મળ્યુ હતું.