અભિનેત્રી-મોડેલ દિવ્યા ચોકસીનું નાની ઉંમરે કેન્સરથી મૃત્યુ

Entertainment
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ ખુબ જ ખરાબ સાબિત થઇ રહ્યું છે. વધુ એક અભિનેત્રીનું મોત થયું છે. અભિનેત્રી દિવ્યા ચોકસી કેન્સર સામે જંગ હારી જતાં તેનું નિધન થયું છે. દિવ્યાની ખાસ બહેનપણી નિહારીકા રાયજાદાએ ફેસબૂક પર પોસ્ટ મુકીને દિવ્યાના નિધનની પુષ્ટી કરી હતી.  તેણે સોશિયલ મિડીયા પર લખ્યું હતું કે દિવ્યા ચોકસીના નિધનના સમાચાર સાંભળી ખુબ જ દુઃખ થયું છે. તે એક જિવંત અને ઉત્સાહીત વ્યકિતત્વ ધરાવતી હતી. અમે તેને સતત યાદ કરીશું. દિવ્યાની પિત્રાઇ બહેન સોૈમ્યાએ પણ લખ્યું હતું કે દિવ્યાનું કેન્સરને કારણે ખુબ નાની ઉમશે મૃત્યુ થયું છે. તેણે લંડનમાં અભિનયનો કોર્ષ કર્યો હતો. તે ખુબ સારી મોેડેલ પણ હતી. તેણે અનેક ફિલ્મો અને સિરીયલોમાં કામ કર્યુ હતું. આજે તે આ રીતે છોડીને જતી રહી છે. ઇશ્વર તેની આત્માને શાંતિ આપે. દિવ્યાએ છેલ્લુ ટ્વિટ સાતમી મેના રોજ કર્યુ હતું. તેમાં તેણે લખ્યું હતું કે-શું કોઇ મિસલટો થેરેપી વિશે જાણે છે? મારે તેની ખુબ જરૂર છે. દિવ્યા ભોપાલની રહેવાસી હતી. તેણે કારકિર્દીની શરૂઆત ‘હૈ અપના દિલ તો આવારા’થી કરી હતી.