કોરોનાને કારણે પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની મુદત વધી : લિંક 31 માર્ચ, 2021 સુધી થઈ શકશે

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ (સીબીડીટી) એ વૈશ્વિક રોગચાળા કોવિડ -૧૯ ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે ૩૧ માર્ચ સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે જોડવાની અંતિમ તારીખ વધારી દીધી છે. આવકવેરા વિભાગે સોમવારે આ માહિતી આપી હતી.

વિભાગના જણાવ્યા અનુસાર હવે પાનકાર્ડને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં આધાર સાથે લિંક કરી શકાશે. આ પહેલાં પણ તારીખ ઘણી વખત લંબાવી દેવામાં આવી ચૂકી છે. આ વખતે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સમય મર્યાદા વધારવામાં આવી છે.

એવાં લોકો જે કોઈ કારણોસર હજી સુધી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવી શકયા ન હતા. અગાઉ આ સમયમર્યાદા ૩૦ જૂન હતી અને લિંક ન કરાવવા પર પાનકાર્ડ ધારકને ૧૦,૦૦૦ રૂપિયાનાં દંડની જોગવાઈ હતી.