ચીનમાં એક વિચિત્ર ઘટના બની : રોલર કોસ્ટર અધવચ્ચે અટકી જતા લોકો ઊંધે માથે લટકાયા

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વુશીમાં આવેલા સુનાક એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રોલર કોસ્ટરની મજા માણવા ગયેલા વીસ લોકો રોલર કોસ્ટર અધવચ અટકી પડતાં ઊંધે માથે લટકી ગયા હતા. એક કલાક સુધી તેમણે આ રીતે લટકતા રહેવું પડ્યું હતું. એક કલાક પછી આ બધાંને સુરક્ષિત રીતે ઊતારવામાં આવ્યા હતા.

એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ લોકોની માફી માગી હતી. સુનાક પાર્કમાં બનેલી આ ઘટના નવી નથી. ચીનના સરકારી મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ આ પહેલાં 2019માં પણ આવી ઘટના બની હતી. રોલર કોસ્ટર આખું ભરેલું હતું અને અચાનક હવામાં અટકી ગયું હતું. આ રોલર કોસ્ટરના ચાલકનો એવો દાવો હતો કે રોલર કોસ્ટરના માર્ગમાં કોઇ પક્ષી ઊડતું આવી ચડે તો રોલર કોસ્ટરના સેન્સર તરત એને અટકાવી દે છે જેથી કોઇ દુર્ઘટના ન બને.