કાશ્મીરની એક શાળા તપાસ એજન્સીઓની રડાર પર

India
  •  (હમલોગ.ન્યૂઝ દ્વારા)

દક્ષિણ કાશ્મીરમાં શોપિયા જિલ્લાના એક ધાર્મિક શાળાના ૧૩ વિદ્યાર્થીઓના આતંકી સમૂહોમાં સામેલ થવા અંગે માલુમ પડયા બાદ તે શાળા તપાસ એજન્સીઓની તપાસના દાયરામાં આવી ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી. આ જ સંસ્થામાં સજ્જાદ ભટ્ટે શિક્ષણ મેળવ્યું હતું જે ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં આરોપી હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ શાળામાં વિદ્યાર્થી મુખ્યરૂપથી દક્ષિણ કાશ્મીરના કુલગામ, પુલવામા અને અનંતનાગ જિલ્લામાંથી છે. ગુપ્ત એજન્સીઓએ આ ક્ષેત્રોને આતંકવાદની રીતથી સંવેદનશીલ તથા અનેક આતંક સમુહોમાં સ્થાનિક લોકોની ભરતીના કેન્દ્રમાને છે.

અધિકારીઓએ કહ્યું કે, આ શાળામાં યુપી, કેરળ, તેલંગાણાના બાળકો પણ ભણી રહ્યા છે પરંતુ તેની સંખ્યા ગયા વર્ષે કલમ ૩૭૦ સમાપ્ત થયા બાદથી અંદાજે નહીના બરાબર થઇ છે.

એક અધિકારીના જણાવ્યા મુજબ શાળાના વધુ પડતા વિદ્યાર્થી અને શિક્ષક આતંક પ્રભાવિત શોપિયા અને પુલવામા જિલ્લામાંથી આવે છે તેથી ત્યાં આતંકવાદની વિચારધારા સ્થાપિત હશે અને બીજા સ્થળેથી આવેલા બાળકો પર પણ અસર થવાની શકયતા છે.