5 મીએ વડા પ્રધાન સવારે 11.55 વાગ્યે અયોધ્યા પહોંચશે: મોદી સાથે સ્ટેજ પર હાજર પાંચ મહાનુભાવોના નામનો નક્કી

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

રામ મંદિર ભૂમિપૂજનને લઈને અયોધ્યામાં એક ઉત્સવ જેવો માહોલ છે. રામ મંદિર ભૂમિપૂજનના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે પ્રધાનમંત્રી  મોદીઅયોધ્યા જવાના છે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે. એ પણ નક્કી થઈ ગયું છે કે કાર્યક્રમ સ્થળ પર તેમની સાથે કોણ-કોણ ગણમાન્ય વ્યક્તિ મંચ પર રહેશે.

સૂત્રોનો મતે ભૂમિપૂજન દરમિયાન પ્રધાનમંત્રી  મોદી સાથે મંચ પર રહેનાર 5 નામ નક્કી કરી નાખવામાં આવ્યા છે. જેમા પ્રથમ નામ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનું છે. આ સિવાય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ પણ મંચ પર રહેશે.

કોરોના સંક્રમણને જોતા 200 મહેમાનોને જ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. મહેમાનોની યાદી મંદિર ટ્રસ્ટ તરફથી તૈયાર કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે આ યાદી પ્રધાનમંત્રી કાર્યાલયને મોકલી આપી છે.

માનવા મુજબ પ્રધાનમંત્રી મોદી 5 ઓગસ્ટે સવારે લગભગ 11.15 વાગે અયોધ્યા પહોંચશે. અયોધ્યા પહોંચ્યા પછી તે સૌથી પહેલા હનુમાનગઢીના દર્શન કરશે. હનુમાનગઢી પછી રામલલાના દર્શન કરશે અને પછી ભૂમિપૂજનના કાર્યક્રમમાં સામેલ થવા માટે પહોંચશે. ટ્રસ્ટના સૂત્રોના મતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લાકડામાંથી બનેલી દુર્લભ પ્રતિમા ભેટ આપવામાં આવશે.