કોરોનાને કારણે હિમાચલના પર્યટન ઉદ્યોગને ૫૦૦૦ કરોડનું નુકસાન

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

વૈશ્વિક મહામારી કોરોના પહાડી રાજ્ય હિમાચલના પર્યટન ઉદ્યોગ માટે મુસીબત બન્યો છે. ૩ મહિનામાં પર્યટન કારોબારને ૫૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. ૫૦,૦૦૦થી વધુ લોકોના રોજગાર ગયા છે. અથવા તો તેમના પર રોજગારીનું સંકટ ઉભુ થયું છે. પ્રવાસીઓ સાથે જોડાયેલા ૬૦૦૦થી વધુ હોટલો, હોમ સ્ટે યુનિટ, ગેસ્ટ હાઉસ બંધ છે.

સરકારે હિમાચલના દ્વાર પ્રવાસીઓ માટે ખોલી નાખ્યા છે પણ શરતો કડક હોવાથી પ્રવાસીઓ આવતા નથી.

કુલ્લુ-મનાલીના પર્યટનને જ ૨૦૦૦ કરોડનું નુકસાન થયું છે. ૩૦૦૦ જેટલી હોટલ, રેસ્ટોરન્ટ વગેરેને તાળુ છે. પર્યટન સીઝનમાં કામ કરતા ૨૦,૦૦૦ લોકોનો રોજગાર છીનવાઇ ગયો છે. દર વર્ષે ૧૫ લાખ પ્રવાસી કુલ્લુ મનાલી આવે છે. પ્રવાસન કેન્દ્રો સુના પડયા છે.

કાંગડામાં પણ માર્ચથી જુલાઇ સુધી હોટલ કારોબારને ૧૫૦૦ કરોડનું નુકસાન થયું છે.