જોધપુરમાં 4 બાળકોને સમયસીમા સમાપ્ત થયેલ ગ્લુકોઝ ચઢાવી દેવાતા ખળભળાટ

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોનાના સંકટ વચ્ચે રાજસ્થાનમાં જોધપુરની એક હોસ્પિટલનો ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જોધપુરની ઉમ્મેદ હોસ્પિટલમાં ચાર બાળકોને કથિત રીતે એકસપાયર્ડ ગ્લુકોઝ ચઢાવી દેવામાં આવ્યો હતો. જોકે સદનસીબે આ ચારેય બાળકો સ્વસ્થ છે અને તેમને કોઈ સમસ્યા નથી જણાઈ રહી. હાલમાં આ સમગ્ર મુદે તપાસનો આદેશ અપાયો છે.

હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજના દેસાઈએ જણાવ્યું કે આ કેસની તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જો આ મામલે કોઈની ભૂલ પકડાશે તો એકશન લેવામાં આવશે. હાલમાં ચારેય બાળકો સ્વસ્થ છે અને તેમને કોઈ સમસ્યા નથી.