રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિવાળી એટલે હર્ષોલ્લાસનો તહેવાર. કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીનો તહેવાર છે. દેશભરમાં કોરોના સંકટ વચ્ચે પણ આ સૌથી મોટા તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દીપાવલીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. બધા માટે શુભ દિવાળી! આ તહેવારને ઝળહળતો અને ખુશીઓથી ભરી દો. તમામ લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે તેવી દિલથી શુભકામના. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવાળીનો શુભેચ્છા સંદેશ આપતા દેશના નાગરિકોને ઉત્સવની ઉજવણીની સાથે સાથે સમાજના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની પણ દિપાવલી સારી જાય તેવો સંકલ્પ કરવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવતા આ પર્વ દેશમાં એકતા અને ભાઈચારાની લાગણીને મજબૂત બનાવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે તે આપણને માનવતાની સેવા કરવાની પ્રેરણા આપે છે. આ પ્રસંગે ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોની સમૃદ્ધિ માટે અપેક્ષાઓનો દીવો બનીએ તેવો સંકલ્પ લેવો જોઇએ. રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદ એમ પણ કહ્યું કે દિવાળી એ સ્વચ્છતાનો તહેવાર છે, તેથી આપણે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં સ્વચ્છ દિવાળી ઉજવીને પ્રકૃતિ પ્રત્યે આદર આપવો જોઈએ. તેમણે શુભેચ્છા પાઠવી કે દિવાળીનો તહેવાર દેશના દરેક ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.

દિલ્હીના મુંડકા વિસ્તારમાં લાકડાના વેરહાઉસમાં લાગેલી આગ : એક વ્યક્તિની દહન થયેલી લાશ મળી

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિલ્હીમાં દિવાળીની રાત્રે સંખ્યાબંધ આગના બનાવો બન્યા છે દિલ્હીના મૂંડકા વિસ્તારમાં લાકડાનાં વેરહાઉસમાં પણ મોડી રાત્રે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. આ ઘટના બનતા જ તાત્કાલિક […]

અમદાવાદ, સુરત, ગોધરા સહિ‌ત દિવાળીના શુભ દિવસે ગુજરાતમાં ચાર સ્થળોએ આગ ફાટી નીકળી: લાખોનું નુકસાન

(હમલોગ.ન્યૂઝ દ્વારા) એક તરફ રાજ્યમાં લોકો દિવાળીનો તહેવાર મનાવી રહ્યાં છે તો બીજી બાજુ દિવાળીના જ દિવસે રાત્રીએ રાજ્યમાં ચાર અલગ-અલગ સ્થળોએ આગની ઘટના ઘટી હતી. મહત્વનું છે કે, છેલ્લાં […]

દિલ્હીમાં ફટાકડા પરના પ્રતિબંધનું સુરસુરિયું થયું : પ્રદૂષણ ગંભીર સ્તરની શ્રેણીમાં પહોંચ્યું

(હમલોગ.ન્યૂઝ દ્વારા) પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો.  દિલ્હી અને એની આસપાસના વિસ્તારોમાં કેટલીય જગ્યાએ પ્રદૂષણનો […]

દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીનું અવસાન: તેઓ લાંબા સમયથી બીમાર હતા, 85 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા

(હમલોગ.ન્યૂઝ દ્વારા) દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટરજીનું નિધન થયું છે. 85 વર્ષની ઉંમરે સૌમિત્ર ચેટર્જીએ વિશ્વને અલવિદા કહી ગયા છે. તે લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. ડોકટરોએ […]