જીવન-આરોગ્ય વીમોનો 20 થી 30 ટકા ખર્ચ મોંઘો થશે

Health
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

ઇન્શ્યોરન્સ પ્રીમિયમ મોંઘું થવાની શકયતા છે. કોવિડ-૧૯ને કારણે અન્ય બીમારીવાળી વ્યકિતનું જોખ અને કોમ્પ્લાયન્સનો બોજ ઇન્શ્યોરન્સ પ્રોડકટ્સના ખર્ચમાં વધારો કરશે. આગામી કેટલાક મહિલનામાં લાઇફ અને હેલ્થ ઇન્શ્યોરન્સમાં આ ખર્ચનો ઉમેરો કરવામાં આવશે.

લોકડાઉન હળવું થયા પછી ભારતીય ગ્રાહકોએ ટર્મ ઇન્શ્યોરન્સ પ્રોડકટ્સ માટે ૩૦ ટકા સુધી વધુ પ્રીમિયમ ચુકવવું પડશે. ઉપરાંત, મેડિકલ ઇન્શ્યોરન્સ પ્રીમિયમના દરમાં પણ વધારો નોંધાશે. કારણ કે કંપનીઓ આઇઅઆરડીએઆઇના સમાન ધોરણોનું પાલન કરવા પ્રોડકટસમાં ફેરફાર કરી રહી છે. ટર્મ ઇન્શ્યોરન્સના પ્રીમિયમમાં ફેરફારનું કારણ વીમ કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવી રહેલા રિઇન્શ્યોરન્સ રેટમાં વૃધ્ધિ હોઇ શકે.

વૈશ્વિક રિઇન્શ્યોરન્સ બિઝનેસમાં મેડિકલ બાબતો અને અન્ય ચિંતાને પગલે બરિવેલ્યુએશન જોવા મળી રહ્યું છે. ઉદ્યોગવર્તુળોના જણાવ્યા અનુસાર રિઇન્શ્યોરન્સના દરમાં ૩-૪ ટકા વૃધ્ધિ શકયતા છે. અત્યારે આ દર ૮-૯ ટકા છે. અહીં એ નોંધવું જરૂરી છે કે, ભારતના વીમા ઉદ્યોગ માટે રિઇન્શ્યોરન્સ રેટમાં વર્ષના પ્રારંભ જ ફેરફાર કરાયો હતો. ભાવમાં વૃધ્ધિની ૪૦ ટકા લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીઓની ટર્મ પ્રોડકટના નવા બિઝનેશ પર અસર થઇ છે. આદિત્ય બિરલા સન લાઇફના એમડી અને સીઇઓ કમલેશ રાવે જણાવ્યું હતું કે, રિઇન્શ્યોરન્સ કંપનીઓએ દરમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. લોકડાઉન હળવું થયા પછી આ ટ્રેન્ડ વેગ પકડશે.