સુરતમા 121 ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ કાર્યરત : 2,73,375 લોકોનું આરોગ્યલક્ષી સર્વેલન્સ કર્યું

Gujarat
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

સુરત મહાનગરપાલિકા દ્વારા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા શહેરીજનોનું આરોગ્યલક્ષી સર્વેલન્સ કરવામાં આવી રહ્ઘયું છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 121 ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ દ્વારા  શહેરના વિવિધ 496 વિસ્તારોમાં કુલ 68,332 ઘરો તેમજ 2,73,375 વ્યકિતઓનું આરોગ્યલક્ષી સર્વેલન્સ કરવામાં આવ્યું છે, જેમાં 34,604 વ્યકિતઓની ઓ.પી.ડી. અને એ.આર.આઈ. ના 734, તાવના 179 અને અન્ય બિમારીના 31,316 કેસો મળી આવ્યાં છે. 1,37,621 વ્યકિતઓની SPO2ની ચકાસણી કરવામાં આવી છે. 26,520 વ્યક્તિઓને હોમિયોપેથી દવાઓ, 35,494 વ્યક્તિઓને આયુર્વેદિક દવાઓ તેમજ 50,092 વ્યક્તિઓને આયુર્વેદિક ગુણકારી ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

પ્રવર્તમાન સ્થિતિમાં શહેરીજનોનું આરોગ્ય જળવાઈ તે માટે શહેરના મોટા ભાગના વિસ્તારોને આવરીને ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ સેવા કાર્યરત છે. કોરોના વાયરસના લક્ષણો ધરાવતા વ્યકિતને સરળતાથી શોધી તેમને સમયસર સારવાર આપવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, જેનો લાભ લેવા શહેરીજનોને મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ અનુરોધ કર્યો છે.