1000 નામાંકિત ખાનગી સ્કુલો કોરોનાને કારણે વેચાવા તૈયાર

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

કોરોના વાયરસને કારણે દેશના અનેક સેકટરને અસર થઈ છે. જેમાં એજયુકેશન સેકટરને પણ દ્યાતક અસર પડી છે. દેશભરમાં કેજીથી ૧૨માં ધોરણ સુધીની ૧ હજારથી વધારે સ્કુલો વેચાવા માટે તૈયાર છે. આવનારા ૨-૩ મહિનામાં તેને વેચીને લગભગ ૭૫,૦૦ કરોડ રુપિયાની રકમનું કલેકશન કરી શકાય એવું બને.

એજયુકેશન ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની અગ્રણી કંપની સેરેસ્ટ્રી વેન્ચર્સ તરફથી એકઠા કરવામાં આવેલા આંકડા જણાવે છે કે વેચાણ માટે મુકવામાં આવેલી મોટા ભાગની સ્કૂલો વર્ષે ૫૦ હજારની ફિ લેનારી છે. આ પ્રમાણે ભારતમાં લગભગ ૮૦ ટકા વિદ્યાર્થીઓ આ જ ફી સ્લેબ વાળી સ્કૂલોમાં ભણે છે.

સેરેસ્ટ્રામાં પાર્ટનર વિશાલ ગોયલે કહ્યું કે એનેક રાજય સરકારોએ ફી વસુલવાની સીમા નક્કી કરી છે. જયારે શિક્ષકોની સેલરી અને બીજા ખર્ચા થઈ રહ્યા છે. આ કારણે પ્રાઈવેટ સ્કૂલોની હાલત ખૂબ કથળી ગઈ છે. તેમણે કહ્યું કે એક મોટી સ્કુલની ચેનને પોતાના સ્ટાફની સેલરી ૭૦ ટકા ઘટાડવી પડશે.

ગોયલે કહ્યું કે, ભવિષ્યમાં સ્થિતી કેવી હશે તેને લઈને ગૂંચ્ચમને કારણે આ સ્કુલોમાં ફંડિંગની આશા પણ નથી. આ કારણે આ સ્કૂલોની મુશ્કેલી વધી છે.  ગોયલની કંપનીના ૩૦-૨૪ સ્કૂલો છે જેમને કેજીથી લઈને ૧૨માં ધોરણ સુધીનો અભ્યાસ થાય છે. આ સ્કુલોમાં  ૧૪૦૦ કરોડ રુપિયાના રોકાણની જરુર છે.

યૂરોકિડ્સ ઈન્ટરનેશનલના દેશમાં ૩૦થી વધારે સ્કૂલ છે. આ સ્કૂલ ચેન આ વ્યવસાયમાંથી નિકળવાની ફિરાકમાં છે. લોએસ્ટ્રો અડવાઈઝર્સમાં પાર્ટનર રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણામાં લગભગ ૨૦થી ૨૫ સ્કુલો છે જેને વેચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ ગત વર્ષ સ્કૂલના સૌથી મોટી ભાગીદારીનો રસ્તો તૈયાર કર્યો છે. હવે હોંગકોંગની નોર્ડ એન્ગલિયા એજયુકેશને ભારતના ઓકરિજ ઈન્ટરનેશનલ સ્કૂલને ખરીદી લેવામાં આવી હતી. આ ચેન પાસે હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ અને મોહાલીમાં સ્કુલો હતા જેને ૧૬૦૦ કરોડમાં વેચવામાં આવી હતી. હવે આને વેચવાનો સમય આવ્યો તો ખરીદનાર ૩૦થી ૪૦ ટકા ઓછે ભાવ આપવા તૈયાર થયા છે.