મુંબઇમાં 1000 કરોડ રૂપિયાનું હેરોઇન જપ્ત

India
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

મુંબઇમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે જેની વિશ્વ બજારમાં કિંમત ૧૦૦૦ કરોડ રૂપિયા છે. કુલ ૧૯૧ કિલો જથ્થો પકડાયો છે.

નવી મુંબઇ સ્થિત નવા સેવા પોર્ટ પર પકડાયેલ હેરોઇનનો આ જથ્થો અફઘાનિસ્તાનથી પાકિસ્તાન થઇ દરિયા માર્ગે મુંબઇ પોર્ટ આવ્યો હતો. ડીઆરઆઇ અને કસ્ટમે સંયુકત રીતે આ ઓપરેશન પાર પાડયું હતું.

મળતા અહેવાલો મુજબ તસ્કરોએ ડ્રગ્સને પ્લાસ્ટીકના પાઇપમાં છુપાવી રાખ્યું હતું. આ પાઇપ પર એ પ્રકારે પેઇન્ટ થયું હતું કે તે વાંસના ટુકડા દેખાય. તસ્કરોએ તેને આયુર્વેદિક દવા ગણાવી હતી. આ મામલામાં કુલ બે વ્યકિતની ધરપકડ કરવામાં આવી છે બંનેને ૧૪ દિવસની રિમાન્ડ પર લેવાયા છે. આ ડ્રગ્સ અનેક કન્ટેનરમાં છુપાવીને લવાયું હતું. કન્ટેનરના માલિકોની પણ પૂછપરછ થઇ રહી છે.

થોડા સમય પહેલા ગુજરાતના કાંઠેથી પણ ૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. અને ૮ વ્યકિતની ટોળીને ઝડપી લેવાઇ હતી.