સરકારી કર્મચારીઓ દ્વારા અમેરિકામાં ટિકટોકના ઉપયોગ ઉપર પ્રતિબંધ

international
  • (હમલોગ.ન્યૂઝ દ્વારા)

હોમલેન્ડ સિક્યુરિટી અને ગવર્નમેન્ટલ અફેર્સની યુએસ સેનેટ કમિટીએ અમેરિકી  કર્મચારીઓને સરકાર દ્વારા જારી કરેલા ઉપકરણો-ડીવાઈસીસ ઉપર ચીનની વિડિઓ-શેરિંગ એપ્લિકેશન ટિકટોકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવાના બિલને સર્વાનુમતે મંજૂરી આપી છે.

આ બિલ રિપબ્લિકન સેનેટર જોશ હાવેલે રજૂ કર્યું હતું. આ અગાઉ સેનેટની વિદેશી સંબંધ સમિતિના ટોચના ડેમોક્રેટ દ્વારા એક અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ અને તેના સાથી  રાષ્ટ્રોએ બીજિંગ દ્વારા થઈ રહેલા સામુહિક જાસૂસીના પ્રયત્નોનો સામનો કરવા માટે પૂરતા પગલાં લીધા નથી.